ડાયેના પુકેતાપુ લિંડન ન્યૂઝીલેન્ડ ક્રિકેટની પ્રથમ મહિલા પ્રમુખ બની.

SB KHERGAM
0

 

 image courtcy : the daily star                                              

ડાયેના પુકેતાપુ લિંડન ન્યૂઝીલેન્ડ ક્રિકેટની પ્રથમ મહિલા પ્રમુખ બની.

ડાયના પુકેતાપુ-લિંડન ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડમાં માર્ટિન સ્નેડનનું સ્થાન લેશે જે બોર્ડના ઇતિહાસમાં આ હોદ્દો ગ્રહણ કરનાર પ્રથમ મહિલા બનશે. 

આ ફેરફાર સ્નેડનના નિર્ણય બાદ લેવામાં આવ્યો છે જેની પાસે બોર્ડના ડાયરેક્ટર તરીકે કામ કરવા માટે હજુ પણ એક વર્ષ બાકી છે. એક નવા પ્રમુખને તક આપવાનો આ યોગ્ય સમય તથા નિર્ણય છે. 

બોર્ડના અન્ય સભ્ય રોજર ટૂસે ચાલુ મહિનાના અંતે આઇસીસીમાં ન્યૂઝીલેન્ડના પ્રતિનિધિ તરીકે કારભાર સંભાળશે. ડાયનાની પ્રથમ વખત ૨૦૧૭માં કિવિ બોર્ડમાં વરણી કરવામાં આવી હતી. હવે તે લાંબા સમય સુધી ડાયરેક્ટર તરીકેનો હોદ્દો સંભાળીને કાર્ય કરશે. 

તે ન્યૂઝીલેન્ડ ઓલિમ્પિક સમિતિની પ્રમુખ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટર્સની ચાર્ટર્ડ સભ્ય પણ છે. ડાયના પાસે સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો પણ બહોળો અનુભવ છે. રિબેક્કા રોલ્સે રોટેશન દ્વારા નિવૃત્તિનો વિકલ્પ પસંદ કર્યો છે અને બેટ્સમેન રોઝ ટેલરને આજીવન સભ્યપદ અપાયું છે.

https://www.thedailystar.net/sports/cricket/news/new-zealand-cricket-appoint-first-woman-chair-3464626

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top