એક ડિગ્રી મેળવવા માટે યુવાનો હિંમત હારી જતાં હોય ત્યારે એક વડીલે જેલમાં રહી ૩૧ જેટલી ડિગ્રી મેળવી.

SB KHERGAM
0


એક ડિગ્રી મેળવવા માટે યુવાનો હિંમત હારી જતાં હોય ત્યારે એક વડીલે જેલમાં રહી ૩૧ જેટલી ડિગ્રી મેળવી.
 

સરકારે તેમને વડીલ કહીને નોકરી આપી અને આગળ જતાં તેમણે ૩૧ ડીગ્રી મેળવી જ્યાં આજના યુવાનોને એક ડિગ્રી મેળવવા માટે ઘણો ટાઈમ લાગે છે ત્યાં આ વડીલે 31 ડીગ્રીઓ મેળવી છે તેણે તેના જીવનના કેટલા વર્ષો સંઘર્ષ કર્યા હશે જ્યારે તેણે 31 ડીગ્રીઓ મેળવી છે આ કહાની ભાનુભાઈ પટેલની છે ચાલો જાણીએ તેમના જીવનની રસપ્રદ કહાની વિશે.

મોરારીબાપુ જ્યારે શિક્ષક હતા ત્યારે ભાનુભાઈ તેમના શિષ્ય હતા અત્યારે ભાનુભાઇ પટેલ 66 વર્ષના છે તે નાનપણથી જ ખૂબ હોશિયાર હતા તેમણે કોઈ ગુનો કે મારપીટ ન કરી હોવા છતાં  તેમને જેલવાસ  થયો હતો. તેમને એક કાયદા હેઠળ   દસ વર્ષ જેલવાસ થયો હતો. તેમણે જેલમાં કરેલા કાર્યોને કારણે તે લોકોની આંખોમાં હીરો બની ગયા છે જ્યારે તે નિવૃત્ત થયા ત્યારે તેમણે એક પુસ્તક લખ્યું છે જેમાં તેમણે સંપૂર્ણ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

જ્યારે ભાનુભાઇ પટેલ ૧૨ વર્ષના હતા ત્યારથી જ તે તેમના કુટુંબ પરિવારથી દૂર રહ્યા હતા અને પોતાની ભણતર પૂરી કરતા હતા તેમણે લગ્ન કર્યા નથી જ્યારે વોટ્સ એપ અને ઇન્ટરનેટનો જમાનો ન હોતો ત્યારે ભાનુભાઈએ દેશ વિદેશના ઘણા લોકોને પત્ર વ્યવહાર દ્વારા પોતાના મિત્રો બનાવ્યા હતા. ફક્ત પત્ર દ્વારા થયેલ એક સાઉથ ઇન્ડિયાના મિત્રે તેમને આ મુશ્કેલીમાં મુક્યા હતા, જેથી તેમને આ સજા થઈ હતી.

84 ની સાલમાં તે મેક્સિકો ગયા હતા ડિગ્રી મેળવવા માટે ત્યારબાદ તે અમેરિકા ગયા હતા અને ત્યાં તેમને તેમનો સાઉથ ઇન્ડિયન મિત્ર ગૌરીશંકર પિલ્લઈ મળ્યો ત્યાં તે સ્ટુડન્ટ વિઝા ઉપરથી અમેરિકા ગયા હતા.

અમેરિકામાં કાયદો છે કે સ્ટુડન્ટ વિઝા ઉપર આવેલા વ્યક્તિ ધંધો ન કરી શકે અને ગૌરીશંકર તે ધંધામાં ભાનુભાઈને ભેળવવા માંગતો હતો અને આ કાયદાની ભાનુભાઈને ખબર ન હતી અને ગૌરીશંકર તેની બધી કમાણી ભાનુભાઈના ખાતામાં નાખવા લાગ્યો ભાનુભાઈ આ કમાણી ગૌરીશંકરના માતા પિતા જે ભારતમાં રહેતા હતા તેને આપતા હતા.

તેવુંજ કંઇક ભાનુભાઈ સાથે થયું પરંતુ આગળ જતાં તેમણે હાર ના માની આગળ જતા તેમણે પોતાની માનસિક હાલતને ઠીક કરી અને તે જાણતા હતા કે હવે આ કેસ ઉપર કંઈ કરી શકાય તેમ નથી હવે, તેમને દસ વર્ષ ન છૂટકે અહીં કાઢવા જ પડશે.

પછી મનુભાઈએ એક પછી એક ડીગ્રીઓ મેળવી તેમણે પીજી ડિપ્લોમાનો અભ્યાસ શરૂ કર્યો આવી રીતે તેમણે 31 ડીગ્રીઓ મેળવી અને વિશ્વભરમાં તેમણે છઠ્ઠું સ્થાન મેળવ્યું જેલમાં રહીને 31 ડીગ્રીઓ મેળવી તે કોઈ આસાન કામ નથી અને તેમણે ડીગ્રીઓ મેળવી અને ત્યારબાદ તેમને જ્યારે જેલથી રજા આપવામાં આવી ત્યારે તેમને એક જોબ ઓફર થઈ અને તેમણે તે સ્વીકારી.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી વેબસાઈટ આ પોસ્ટ બાબતે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે આ લેખ અંગે ખેરગામ દૈનિક ન્યૂઝની કોઈ પણ જવાબદારી રહેશે નહીં. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top