ગ્લેન મૅક્સવેલે એકલા સંઘર્ષ કરીને ઑસ્ટ્રેલિયાને હારથી બચાવ્યું.

SB KHERGAM
0

 

Image source: cricket.com

ગ્લેન મૅક્સવેલે એકલા સંઘર્ષ કરીને ઑસ્ટ્રેલિયાને હારથી બચાવ્યું.

મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામેની વર્લ્ડકપની મૅચમાં મૅક્સવેલને હેમસ્ટ્રીંગનો અસહ્ય દુખાવો થવા છતાં તેણે બેટિંગ ચાલુ રાખી. તેમણે 128 બૉલમાં 201 રન બનાવ્યા. અને તેમની 'પ્લેયર ઑફ ધ મૅચ' તરીકે પણ પસંદગી કરાઈ. 


ICC ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અફઘાનિસ્તાન (AFG vs AUS)ની જીતમાં દિવાલ બનીને ઊભો રહ્યો. તેણે મુશ્કેલ સમયમાં સદી ફટકારી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક સમયે ઓસ્ટ્રેલિયાની ટીમે લક્ષ્યનો પીછો કરતા 71 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી મેક્સવેલે તોફાન મચાવ્યું હતું. મેક્સવેલે 76 બોલમાં સદી ફટકારીને અફઘાન ટીમને જડબાતોડ જવાબ આપ્યો હતો. મેક્સવેલે તેની ODI કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી.

આ પહેલા ગ્લેન મેક્સવેલનો વનડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 108 રન હતો, જેને તેણે પાર કર્યો છે. વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ મેક્સવેલના નામે છે. તેણે વર્તમાન વર્લ્ડ કપમાં નેધરલેન્ડ સામે 40 બોલમાં સદી ફટકારી હતી. તેણે 21 દિવસમાં વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરામના નામે હતો, જેણે આ જ વર્લ્ડ કપમાં 49 બોલમાં આ સદી ફટકારી હતી. 

મૅક્સવેલ, જે સ્નાયુઓના દુખાવાના કારણે સરખી રીતે ઊભા પણ નહોતા રહી શકતા. એક સમયે તેઓ દોડી ન શકવાના કારણે જમીન પર પડી ગયા. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top