ધંધૂકામાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ : મામલતદાર ધંધૂકા

SB KHERGAM
0


ધંધૂકા તાલુકાના શિક્ષકોને આનંદો...

ધંધૂકામાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ : મામલતદાર ધંધૂકા

શિક્ષકો બાકાત રખાયા છે તે શાળાના પરિણામની પણ કચેરી નોંધ લેશે.

શિક્ષકોને અભ્યાસ સિવાયની અનેક સરકારી કામગીરીઓ સોંપાય છે જેના કારણે વિધાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડે છે શિક્ષકો પણ અન્ય કામગીરીથી છુટકારો ઇચ્છતા હતા. ત્યારે ધંધુકા મામલતદાર વિજય ડાભી દ્વારા એક  કાર્યક્રમમાં ધંધુકા તાલુકામાં શિક્ષકોને બીએલઓની કામગીરીથી મુક્ત કરાયા હોવાની વાતથી શિક્ષક આલમમાં આનંદ છવાયો છે. 

ધંધુકા મામલતદાર દ્વારા આજે એક શાળાના કાર્યક્રમમાં પોતાના ઉદબોધનમાં પંથકના શિક્ષકો માટે ખુશીના સમચારની વાત કરતા શિક્ષકોએ તાળીઓથી વધાવી હતી. મામલતદારે જણાવ્યું કે શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરીઓ ન આપવા માટે હતી.

જેના આધારે ધંધુકા વિસ્તારમાં કામગીરી કરતા શિક્ષકોને રાહતના સમાચાર મળ્યા છે અને ધંધુકામાં બીએલઓની કામગીરી નહિ સોંપવામાં આવે તેવુ જણાવ્યું હતું સાથે સાથે ચીમકી સ્વરૂપે એવું પણ જણાવ્યું કે કે હાલ અપાયેલી રાહત શિક્ષણનું સ્તર વધે તેના માટે છે જે શાળાના શિક્ષકોને બીએલઓ કામગીરી થી બાકાત રખાયા છે તે શાળાના પરિણામની પણ કચેરી નોંધ લેશે અને વધારાની કામગીરીમાંથી છુટ મળ્યા બાદ જો શાળાના પરિણામમાં નોંધપાત્ર સુધારો જોવા નહીં મળે તો ફરી વધારાની કામગીરી માટે બાધ્ય રહેવુ પડશે. મામલતદાર દ્વારા કરાયેલ જાહેરાત થી હાલ તો શિક્ષક આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top