Khergam (fire safety updates): ખેરગામ તાલુકાની 52 પ્રાથમિક શાળા અને 6 ખાનગી શાળાઓમાં ફાયર સેફ્ટીનાં સાધનો બાબતે સઘન ચેકિંગ હાથ ધરાયું.

SB KHERGAM
0

 Khergam (fire safety updates):  ખેરગામ તાલુકાની 52 પ્રાથમિક શાળા અને 6 ખાનગી શાળાઓમાં ફાયર સેફ્ટીનાં સાધનો બાબતે સઘન ચેકિંગ હાથ ધરાયું.

ખેરગામ| ખેરગામ તાલુકા કક્ષાએથી ક્લસ્ટર સેન્ટર મુજબ પાંચ જેટલી ટીમો બનાવીને  ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તારીખ 16-06-2024નાં રોજ ખેરગામ તાલુકાની 52 જેટલી પ્રાથમિક શાળાઓમાં  અને અન્ય 6 ખાનગી શાળાઓમાં ફાયર સેફટીનાં સાધનો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. 

અવાર—નવાર બનતી આકસ્મિક ઘટનાઓને નિવારવાં તથા આપત્તિ સમયે શાળાઓને સક્ષમ બનાવવા શાળાઓમાં સેફટીનાં તેમજ ફાયર તમામ સુવિધાઓ સહીત NOC મેળવેલ છે કે કેમ?  તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. 

શાળાનાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને પ્રાથમિક્તા આપી. તાત્કાલિક ધોરણે તમામ શાળાઓમાં ફાયર સેફટીનાં સાધનોની ચકાસણી કરીને સુવિધા ઉપલબ્ધ છે તે બાબતે ખરાઈ કરવામાં આવી હતી. દર વર્ષે શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે. 

વિદ્યાર્થીઓને સલામતી બાબતે મોકડ્રિલ પણ કરાવવામાં આવે છે. પરંતુ અવાર નવાર બનતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને શાળા સલામતીની ફાયર સેફટી બાબતે ચકાસણી કરવામાં આવી હતી.

આ કામગીરીમાં પ્રાથમિક શિક્ષકો, બી આર.સી., સી.આર.સી., બી.આર.પી અને ખેરગામ બીઆરસી ઓફિસ ખેરગામનાં કર્મચારીઓ જોડાયા હતા.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top