Gandhinagar: ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનની નવી તારીખ જાહેર.

SB KHERGAM
0

 


Gandhinagar: ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનની નવી તારીખ જાહેર.

ક્રમાંક:: પ્રાશિનિ/છ-૨/સંકલન/૨૦૨૪/૮૦૨-588 પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં-૧૨/૧ ડૉ.જીવરાજ મહેતા ભવન, ગુ રા. ગાંધીનગર. તા. ૨૯/૦૪/૨૦૨૪

રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને શાસનાધિકારીશ્રીઓને પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી.

રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનુ ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે. જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં નીચે જણાવેલ તારીખે ઉનાળુ વેકેશન નિયત કરવામાં આવેલ છે.

ઉનાળુ વેકેશનનો સમયગાળો

તા. ૦૯/૦૫/૨૦૨૪ થી તા. ૧૨/૦૬/૨૦૨૪ સુધી (૩૫ દિવસ)
તા. ૧૩/૦૬/૨૦૨૪ થી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે

ઉક્ત બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સંકલનમાં રહીને વેકેશનની તારીઓ જાહેર કરવાની રહેશે. જેથી પ્રાથમિક/માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ આ પત્રની જાણ સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજો તેમજ આપના તાબા હેઠળની તમામ શાળાઓને જાણ કરવા જણાવવામાં આવ્યું છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top