Valsad : તિથલના દરિયા કિનારે મેરેથોન સ્પર્ધામાં ૧૩૦૦ લોકોએ ઉત્સાહભેર લીધો.

SB KHERGAM
0

 

Valsad : તિથલના દરિયા કિનારે મેરેથોન  ૧૩૦૦ લોકોએ ઉત્સાહભેર લીધો.

વલસાડના સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના આશય સાથે યુફિઝિયો બીચ મેરેથોનની ૩ કિમી, ૫ કિમી, ૧૦ કિમી અને ૨૧.૧ કિમીની મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મેરેથોન સ્પર્ધામાં ગુજરાત અને મહારાષ્ટ્રના દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાએ ફ્લેગ ઓફ કરાવી મેરેથોન સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. 

જે સ્પર્ધામાં બાળકી, યુવાનો, યુવતીઓ મહિલાઓ સહિત ૧૩૦૦ સ્વાસ્થ્યપ્રેમી દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આયોજકો દ્વારા મેરેથોનના રૂટ ઉપર ઠેક-ઠેકાણે એનર્જી ડ્રિંક, પાણી, ફૂટ અને બિસ્કિટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. મેરેથોન સ્પર્ધમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે મેડલ પણ અપાયા હતા.

મેરેથોનમાં મુંબઈથી ઉપસ્થિત રહેલા અને સ્પોર્ટી શીખ તરીકે દેશ- વિદેશમાં જાણીતા અને અત્યાર સુધીમાં ૨૪૫ મેરેથોનની અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેનાર ૬૮ વર્ષીય પ્રજ્ઞાચક્ષુ અમરજીતસિંઘ ચાવલાએ પણ એસ્કોર્ટ પ્રકાશભાઈ પટેલ અને કલ્પેશભાઈ પટેલની મદદથી ૧૦ કિમીની મેરેથોનમાં સ્પર્ધામાં ભાગ લઈ સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવાનો સંદેશો આપ્યો હતો. દોડવીરોનો ઉત્સાહ વધારવા જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પણ મેરેથોન સ્પર્ધામાં ભાગે લીધો હતો. સ્પર્ધાને સફળ બનાવવા નરેશ નાયક, ચિંતન નાયક, કીર્તન પટેલ, જીતેન લાડ, ભગીરથ પટેલ, પારસ ભટ્ટ, સોનલ મિસ્ત્રી, સીમા દેસાઈ તથા અન્ય સભ્યો સહિતના સેવાભાવી કાર્યકરોએ ભારે જેહમત ઉઠાવી હતી.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top