Mahuva: મહુવાની ગરીબ દીકરીને સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ અને દિશા ધોડીયા સમાજ ફાઉન્ડેશન ટ્રસ્ટ, વસરાઈ દ્વારા આર્થિક સહાય.
પ્રીતિકુમારી નિલેશભાઈ પટેલ ગામ વહેવલ (ઝાડી ફળીયુ) તા. મહુવા જિ. સુરત હાલ અભ્યાસ: GMERS મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે MBBS ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. પ્રીતિ કુમારીના પિતા નથી.તેમના દાદા અને માતાની આર્થિક પરિસ્થિતિ નબળી છે. અને ભણતરનો ખર્ચ પહોંચી વળાય એમ નથી.
જેને સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ અને દિશા ધોડીયા સમાજ ફાઉન્ડેશન ટ્રસ્ટ, વસરાઈ દ્વારા આર્થિક સહાય કરવામાં આવી . અને તેમના અભ્યાસનો ખર્ચ ઉપાડવાનો એક નાનકડો પ્રયાસ.
સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ એક એવું ગૃપ છે. જે નિઃસહાય ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડે છે. આ સંકલ્પ એજ્યુકેશન ગૃપનાં કુલ 7 ગૃપ અસ્તિત્વમાં છે. જેનાં કુલ 7000 હજાર આસપાસ સભ્ય સંખ્યા ધરાવે છે. જેના સભ્યો સ્વૈચ્છિક ફંડ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મદદરૂપ થાય છે. આ ગ્રુપમાં મોટેભાગે કર્મચારીઓ જોડાયેલ છે.