Gandevi news : અમલસાડના સરીબુજરંગમાં મહિલા IPS સિમરન ભારદ્વાજે કાયદો વ્યવસ્થા અંગે લોકોને સમજ આપી.

SB KHERGAM
0

 Gandevi : અમલસાડના સરીબુજરંગમાં મહિલા IPS સિમરન ભારદ્વાજે કાયદો વ્યવસ્થા અંગે લોકોને સમજ આપી.

સરીબુજરંગ ગ્રામ પંચાયત ઓફિસમાં IPS અધિકારી સિમરન ભારદ્વાજે રવિવારે ઉપસ્થિત રહી કાયદો અને વ્યવસ્થામાં લોક ભાગીદારી કરી પ્રજાજનોની સલામતી માટે ગ્રામજનોને માહિતી પુરી પાડી હતી. 

બાળા ઝાવ્યા મનીષ પટેલ તથા પૂર્વ સરપંચ ભરત હળપતિએ સિમરન ભારદ્વાજનું અભિવાદન કર્યું હતું. જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી અધ્યક્ષ મનીષ પટેલે IPS અધિકારીનો પરિચય આપ્યો હતો. સિમરન ભારદ્વાજના પિતા મનોજ ભારદ્વાજ નિવૃત્ત લશ્કર અધિકારી છે. હરિયાણા રાજ્યના સીમરનને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ટ્રોફી એનાયત થઈ હતી. ગૃહ વિભાગમાંથી ત્રણ મહિનાના પ્રોબેશન પિરિયડમાં ગણદેવી પોલીસ મથકે ભારદ્વાજની નિમણૂં કરવામાં આવી છે.

સિમરન ભારદ્વાજે જણાવ્યું હતુ કે, સાઇબર ક્રાઈમ તથા ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે અજાણ્યા નંબરથી આવેલા વોટ્સએપ વિડીયો અને ઓડિયો કોલ રિસીવ કરવા નહીં.ઈમરજન્સી ટેક્સ મેસેજથી ગભરાવાની જરૂર નથી. સોશિયલ મીડિયાનો દુરુપયોગ ટાળવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. પોલીસ દ્વારા ટ્રાફિક કંટ્રોલ થશે અને બ્લેક સ્પોટ શોધી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. 

ભારત દેશમાં ગુજરાત રાજ્ય બધા સેક્ટરમાં નંબર વન છે. બાળકોને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહન આપો. તમારા બાળકો મોબાઇલમાં શું કરે છે તેની જાણકારી રાખો. આગામી ત્રણ મહિના ગણદેવી તાલુકામાં છું, કોઈપણ પ્રકારની ગાઈડલાઈન પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવા ઉપલબ્ધ રહીશ. જગદીશ ચાંપાનેરીએ જણાવ્યું હતુ કે, સરીખુરદ હાઈસ્કૂલમાં અંદાજે 400 વિદ્યાર્થિનીઓને પ્રેરણા પૂરી પાડવા સિમરન ભારદ્વાજને આમંત્રિત કર્યા હતા. નવસારી જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી અધ્યક્ષ મનીષ પટેલ, અમલસાડના હેડ કોન્સ્ટેબલ કિસન ધોરીયાની ટીમ, વેપારી મંડળના પ્રમુખ મનહર ગાંધી, અંધેશ્વર મંદિરના ટ્રસ્ટી ગુલાબ પટેલ, પૂર્વ સરપંચ ભરત હળપતિ, તલાટી લાલજી પટેલ, સેવક સુરેશ ઢીમર, ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કિરણ ઠક્કરે સભા સંચાલન કરી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top