Dang: તા. ૨૦ થી ૨૪ માર્ચ ૨૦૨૪ દરમિયાન યોજાશે ઐતિહાસિક ડાંગ દરબાર.

SB KHERGAM
0

 

Dang: તા. ૨૦ થી ૨૪ માર્ચ ૨૦૨૪ દરમિયાન યોજાશે ઐતિહાસિક ડાંગ દરબાર.

ડાંગ દરબારના ભવ્ય ભાતિગળ મેળાના આયોજન-વ્યવસ્થા સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક :

ડાંગ દરબારના મેળાને વધુ લોકભાગ્ય બનાવવા સૌના સહિયારા પ્રયાસોની હિમાયત કરતા કલેક્ટરશ્રી :

જુદી જુદી સમિતિઓને સોંપવામાં આવી જવાબદારીઓ.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા : તા: ૭ : ડાંગની ભવ્ય ભાતિગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા 'ડાંગ દરબાર' નો ઐતિહાસિક લોકમેળો તારીખ ૨૦ થી ૨૪ માર્ચ ૨૦૨૪ દરમિયાન આહવા ખાતે યોજાનાર છે. ત્યારે, આ પરંપરાગત લોકમેળાના સુચારૂ આયોજન અને વ્યવસ્થાને ધ્યાને લઈ ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જુદી જુદી સમિતિઓ સાથે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આહવાના આંગણે યોજાનારા આ મેળાના ઉદ્દધાટન સમારોહ અગાઉ યોજાતી, રાજવીશ્રીઓની ભવ્ય શોભાયાત્રા, અને આહવાના રાજમાર્ગો ઉપર યોજાતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત માન. રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં યોજાતો ઉદ્દઘાટન કાર્યક્રમ, રાજવીશ્રીઓના સન્માનનો કાર્યક્રમ તથા મેળા દરમિયાન રોજ રાત્રિએ યોજાતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનેનું ચોકસાઈપૂર્વક આયોજન કરવા, તેમજ સૌને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્યક્રમને સફળ બનાવવાની અપીલ ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે કરી હતી.

ડાંગ દરબાર-૨૦૨૪ના આયોજન વ્યવસ્થાને ધ્યાને લઈ જિલ્લાની જુદી જુદી સમિતિઓને જવાબદારી સોંપવામાં આવી હતી. મેળા દરમિયાન જિલ્લાના જુદા જુદા સરકારી વિભાગો દ્વારા પ્રદર્શિત કરાતા માહિતીપ્રદ પ્રદર્શન સ્ટોલ્સને પણ વધુ લોકભોગ્ય બનાવવાની હિમાયત કલેક્ટરશ્રીએ કરી હતી.

સમગ્ર મેળા દરમિયાન આહવા ખાતે સ્વચ્છ્તા તથા કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન સુચાર રીતે જળવાઈ રહે તે આવશ્યક છે, તેમ જણાવતા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને સમયસર કામગીરી પૂર્ણ કરવાની તાકિદ કરી હતી.

દરમિયાન બેઠકમાં ઉપસ્થિત રહેલા આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિચંદભાઈ ભોયે, તેમજ ઉપ સરપંચ શ્રી હરિરામભાઈ સાંવતે ચર્ચામાં ભાગ લીધો હતો.

નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ બેઠકની કાર્યવાહી સંભાળતા સમિતિઓને સોંપવામાં આવેલ કામગીરી સત્વરે હાથ ધરવા જણાવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એસ.જી.તબિયાર તેમજ કાર્યપાલક ઈજનેર શ્રી એસ. આર. પટેલે પણ ચર્ચામા ભાગ લીધો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top