Dang: નેશનલ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે રોપ-વે પ્રોજેક્ટની વાર્ષિક મોકડ્રીલ યોજાઇ.

SB KHERGAM
0

 

Dang: નેશનલ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે રોપ-વે પ્રોજેક્ટની વાર્ષિક મોકડ્રીલ યોજાઇ.

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તેમજ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “સંયુક્ત મોક અભ્યાસ” ડાંગ જિલ્લાના સાપુતારા યોજવામા આવ્યો.

(ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૦૨: ગત તારીખ ૨૯મી ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ સાપુતારા ટેબલ પોઇન્ટ, વૈતી રોપ-વે ખાતે વાર્ષિક મોક અભ્યાસ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. 

આ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા વહીવટી તંત્ર તેમજ એન.ડી.આર.એફ. ટીમ દ્વારા ટેબલ ટોપ એક્સરસાઇઝ કરવામાં આવી હતી. જેમાં આસી. કમાન્ડર શ્રી રાકેશ દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ દ્વારા કરવામા આવતી કામગીરીની સમજુતી આપવામાં આવી હતી. ત્યાર બાદ ટેબલ પોઇન્ટ, વૈતી રોપ-વે ખાતે આયોજન મુજબ રોપ-વે માં ફસાઇ ગયેલા પ્રવાસીઓને રેસ્ક્યુ ટ્રોલી દ્વારા રેસક્યુ કરવા અંગેની મોકડ્રીલ તેમજ ડેમોસ્ટ્રેશન કરી બચાવની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

આ વાર્ષિક મોકડ્રીલ યોજવા પાછળ સરકારશ્રીનો મુખ્ય હેતુ પ્રવાસન સ્થળોએ સંભવિત દુર્ધટનાઓના તાત્કાલિક નિવારણ, તેમજ પ્રવાસન સ્થળોએ ચાલતી વિવિધ પ્રવુત્તિઓની સલામતી તેમજ સુરક્ષાને ધ્યાને રાખી મોકડ્રીલનું આયોજન કરવામાં આવતુ હોય છે.

આ પ્રસંગે ૬-બટાલીયન નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સના આસીસ્ટન્ટ કમાંડર શ્રી રાકેશ, સાપુતારા નોટીફાઇડ એરીયા કચેરીનાં તત્કાલીન ચીફ ઓફિસર શ્રી ચિંતન વૈષ્ણવ, ઇ.ચા. મામલતદાર (ડીઝાસ્ટર) શ્રી એસ.કે.ચૌધરી, ડી.પી.ઓ. (ડીઝાસ્ટર) શ્રી ચિંતન પટેલ, પોલીસ અધિકારી શ્રી મહેશ ઢોડીયા, એસ.ડી.આર.એફ.ના પો.સ.ઇ. શ્રી આર.વી.ગામિત તથા મેડીકલ, ફાયર તથા ડી.જી.વી.સી.એલ. નાં સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top