Khergam news :કાકડવેરીના સીઆરપીએફ જવાન વીકીભાઈનું હાર્ટએટેકથી ઊંઘમાં જ મોત.

SB KHERGAM
0

 

કાકડવેરીના સીઆરપીએફ જવાન વીકીભાઈનું હાર્ટએટેકથી ઊંઘમાં જ મોત.

ખેરગામ તાલુકાના કાકડવેરી ગામનો સીઆરપીએફનો ૩૭ વર્ષિય જવાનનું હૃદય રોગના હુમલામાં મોત થયું હતું. મૃતકના પિતાનું ૬ માસ પહેલા અવસાન થયું હતું.

વલસાડના કલગામમાં સીઆરપીએફ ગ્રુપ ૧૪ માં ફરજ બજાવતા વીકીભાઈ નોકરીમાંથી રજા લઈને ઘરે આવ્યા હતા અને મળસ્કે તેમને ઉઘમાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો. પત્નીએ જગાડતા ઉઠ્યા નહિ. 

તેમને ૧૦૮ માં ખેરગામ રેફરલ હોસ્પિટલમાં ખસેડતા તબીબોએ મૃત ઘોષિત કર્યા હતા. જવાનના બે વર્ષ અગાઉ જ હેમાંગિનીબેન સાથે લગ્ન થયા હતા. જવાન વિકીના મોત અંગે ખેરગામ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી. ગામીત વધુ તપાસ કરી રહ્યા છે. ૨૦૧૫માં જ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં જોડાયા હતા. નવેક વર્ષની સરકારી નોકરીની કારકિર્દીમાં તેઓ સ્વસ્થ જીવન જીવી રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top