Tapi: મહિલા અને બાળ અધિકારીની કચેરી અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે તાપી અને નવસારી જિલ્લા કક્ષાનો વ્યારા ખાતે જાતીય સતામણી અને એડોલેશન્ટ એજ્યુકેશન અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો.

SB KHERGAM
0

 


Tapi: મહિલા અને બાળ અધિકારીની કચેરી અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે તાપી અને નવસારી જિલ્લા કક્ષાનો વ્યારા ખાતે જાતીય સતામણી અને એડોલેશન્ટ એજ્યુકેશન અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો.

માહિતી બ્યુરો,તાપી તા.૨૧ જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર અને એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ નવસારી અને તાપીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અને શિક્ષણ વિભાગ સંયુક્ત ઉપક્રમે દક્ષિણાપથ વિવિધલક્ષી હાઇસ્કુલ વ્યારા ખાતે યોજાયો હતો. 

આ પ્રસંગે તાપી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી તાપી ધારાબેન પટેલ દ્વારા દિકરીઓને લગતા મુદ્દા તેમજ દિકરીઓમા જાગૃતતા, કિશોરીઓને પડતી તકલીફો જાણી પહેલેથી જ સક્ષમ/સાચી/યોગ્ય/અયોગ્ય બાબત માટે તૈયાર કરવા, મહિલાઓના મુદ્દા, બાળકો સાથે મુલાકાત કરી યોગ્ય સલાહ સુચનો આપવા શિક્ષિકા બહેનોને કાર્યક્રમ અનુરુપ માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.


તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અને દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી ડો.મનિષા એ. મુલતાની- દ્વારા કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ વિષય પર તાલીમ આપવામા આવી હતી. જેમા જાતીય સતામણી,જાતીય સતામણી અટકાવ, આંતરિક ફરિયાદ સમિતિનુ બંધારણ અને રચના, સ્થાનિક ફરિયાદ સમિતિની રચના જાતીય સતામણી ફરિયાદ ખોટી અથવા દ્વેષપૂર્ણ ફરિયાદ અને ખોટા પુરાવા માટેની સજા, વળતર નક્કી કરવા બાબત, ફરિયાદના પ્રકાશન અને જાહેરાત ઉપર પ્રતિબંધ, ફરિયાદ તપાસ માટે અગત્યના મુદ્દા, કયેરીના વડાની જવાબદારી અંગે તાલીમ આપી પ્રતિકાર ફિલ્મ શિક્ષિકા બહેનોને બતાવવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી-જયેશભાઇ ચૌધરી, નવસારી દ્વારા શિક્ષણ ને લગતા સુચનો આપી તાલીમાર્થી બહેનોને માર્ગદર્શન પુરુ પાડવામાં  આવ્યું હતું. ગર્લસ એજ્યુકેશન કો-ઓર્ડીનેટર તાપી હેતલ સોલંકી અને ગર્લ્સ એજ્યુકેશન કો-ઓર્ડીનેટર નવસારીના ઉમાબેને MHM હાઇજીનીંગ અંગેની સંપુર્ણ જાણકારી આપી હતી. મનોહર સિંહ સંગદોત/પ્રો.ડી.પ્રો.કો.ઓડીનેટર નવસારી દ્વારા કુપોષીત અને એનેમિયા વિશે તાલીમ આપેલ હતી.


આ કાર્યક્રમમાં DHEW ના જેન્ડર સ્પેશ્યાલીસ્ટ દ્વારા મહિલા અને બાળ વિભાગ દ્વારા કાર્યરત મહિલા લક્ષી વિવિધ યોજનાઓ (૧) વ્હાલી દિકરી યોજના (૨) ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (૩) ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના (૪) મહિલા સ્વાવલંબન યોજના વિશેની માહીતી આપી હતી. તાપી અને નવસારી જિલ્લાના સરકારી માધ્યમિક શાળાનાં મહિલા નોડેલ શિક્ષીકાઓ, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનાં કર્મચારી, DHEW ટીમ, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયનાં આચાર્યશ્રી અને શિક્ષકગણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top