Tapi : તાપી જિલ્લાના વ્યારા ખાતે શિશુ-વિદ્યા ગુર્જરી શાળામા‘વસંત પંચમી’ પર્વની ઉજવણી.

SB KHERGAM
0

 


Tapi : તાપી જિલ્લાના વ્યારા ખાતે શિશુ-વિદ્યા ગુર્જરી શાળામા‘વસંત પંચમી’ પર્વની ઉજવણી.

  • વિદ્યાર્થીઓને સંગીત, નૃત્ય, કલા અને વિદ્યાની દેવી મા સરસ્વતીની ઉપાસનાનુ પર્વ ‘વસંત પંચમી’નું મહત્વ સમજાવ્યું.

 શ્રી અરૂણા  અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન  સંચલિત શિશુ-વિદ્યા ગુર્જરી શાળામા આજરોજ મહાસુદ પાંચમે સંગીત, નૃત્ય, કલા અને વિદ્યાની દેવી મા સરસ્વતીની ઉપાસનાનુ પર્વ ‘વસંત પંચમી’ નો ઉત્સવ ઉજવવામા આવ્યો હતો. કહેવાય છે કે સરસ્વતી માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી અભ્યાસમા ઉન્નતિ મેળવી શકાય છે. આજથી શરૂ થતી વસંત ઋતુ નિમિત્તે  શાળાના વિદ્યાર્થીઓએ સરસ્વતી માતાની ઉપાસના દ્વારા કરી હતી. આળસ અને અજ્ઞાન દૂર કરવા માટે સરસ્વતી માતાનું પૂજન કરવામા આવે છે. શિશુ-વિદ્યા ગુર્જરીના બાળકોએ તથા ગુરુજનોએ આજ-રોજ જ્ઞાનનો પીળો રંગ ધારણ કરી શાળાના વાતાવરણને  ભક્તિમય અને  જ્ઞાનમય બનાવી વસંત પંચમીની ઉજવણી કરી હતી.સૌ બાળકોને પીળો તિલક કરી ગુરુજનો દ્વારા આવકારવામા આવ્યા હતો. આ પ્રસંગે શાળાના  શિક્ષિકા શ્રીમતિ અર્પિતા પંચાલ દ્વારા વસંત પંચમીનુ મહત્વ સમજાવવામા આવ્યુ હતું. 



માહિતી બ્યુરો તાપી તા.૧૪-૦૨-૨૦૨૪

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top