Navsari:જમાલપોર પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી.

SB KHERGAM
0

 

Navsari:જમાલપોર પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. 

તારીખ-21/02/2024નાં દિને નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જમાલપોર પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે દુનિયાના દરેક દેશોમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દુનિયાના દરેક પ્રાંતોમાં તેમની ભાષામાં દરેક વ્યવહારો થાય છે. અને તેમને તેમની માતૃભાષાનું ગૌરવ પણ લેતા જોવા મળે છે. જમાલપોર પ્રાથમિક શાળામાં બાળકોને બાળપણથી જ તેમની માતૃભાષા પ્રત્યે લગાવ અને ગૌરવની લાગણી પ્રાપ્ત થાય તે માટે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. તેમજ માતૃભાષા અંતર્ગત વિદ્યાર્થીઓએ ગીતો અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. અંતે શાળાનાં શિક્ષક દ્વારા માતૃભાષાનું આપણાં જીવન કેટલું મહત્વ છે તે અંગે અને આપણે જીવનની તમામ બાબતો માતૃભાષામાં સરળતાથી શીખી શકીએ છીએ તે અંગે  સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી.







Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top