Gandhinagar: દુનિયાના દેશો માટે શિક્ષણ ક્ષેત્રે દિશાસૂચક બન્યું "વિદ્યા સમીક્ષા કેન્દ્ર".

SB KHERGAM
0

 

13 દેશોના શિક્ષણમંત્રી અને મહાનુભાવો વર્લ્ડ બેંકની ટીમ સાથે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે તા. 19 ફેબ્રુઆરીના રોજલુઈસ બેન્વેનીસ્ટ, ગ્લોબલ ડરિક્ટર, એજ્યુકેશન, વર્લ્ડ બેંકની અધ્યક્ષતા હેઠળ વર્લ્ડબેંકની ટીમ સાથે માલી, ગુઇનિઆ, મોરીતાનિયા, બ્રુકીના ફાસો, ટોગો, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, બેનિન, લિબેરિયા, સીર્રા લીઓને, નાઈજેરીયા, કેમરૂન, મોંગોલિયા, ઘાના દેશોના શિક્ષણમંત્રી અને મહાનુભાવો સાથે આશરે 65 જેટલા લોકો આવ્યા હતા. તેઓને વિધા સમીક્ષા કેન્દ્ર ખાતે કરવામાં આવતી તમામ માહિતીથી અવગત કરાવવામાં આવ્યા હતા.

વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ દેશનું સર્વપ્રથમ શાળા શિક્ષણ માટેનું રીયલ ટાઈમ, ઓનલાઈન સર્વગ્રાહી મોનીટરીંગ માટેનું કેન્દ્ર છે. શિક્ષણક્ષેત્રે આમૂલ પરિવર્તનમાં બહોળો સહયોગ આપનાર વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે ભારતના પ્રધાનમંત્રી સહિત દેશ અને વિશ્વના મહાનુભાવોએ મુલાકાત લઇ ચુક્યા છે.

વર્લ્ડ બેંક દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રને Global Best Practice તરીકે સ્વીકારીને અન્ય વિકસતા દેશોને તેનું અનુકરણ કરવા માટે સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત ગત વર્ષ ઓગસ્ટ મહિના દરમ્યાન, જેનેટ યેલન, સેક્રેટરી ટ્રેઝરી, અમેરિકા અને અજય બાંગા પ્રમુખ, વર્લ્ડ બેંક દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી અને તેની સાથે જ વિદ્યા સમીક્ષાના આ અનુકરણીય મોડલને વિશ્વના અન્ય દેશો અને રાજ્યોમાં વર્લ્ડબેંકના સહયોગથી કાર્યરત કરવા માટેની તત્પરતા દર્શાવી હતી

વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળા શિક્ષણના તમામ ઈનીશીયેટિવ્સના દર વર્ષે લગભગ 500 કરોડથી પણ વધારે ડેટા સેટનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓના ધોરણ  અનુરૂપ અભ્યાસનું પરિણામ વધારે સારું  બને તે માટે બિગ ડેટા એનાલિટિક્સ,  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન  લર્નિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો  ઉપયોગ કરીને આ ખૂબ મોટા ડેટાનું અર્થપૂર્ણ એનાલીસિસ કરવામાં આવે છે. તથા School Education Dashboard દ્વારા રાજ્ય >જિલ્લો > બ્લોક > ક્લસ્ટર > શાળા> ધોરણ > વિષય > વિદ્યાર્થી એમ સર્વસ્તરીય રીયલટાઈમ ઓનલાઈન મોનિંટરીગ કરવામાં આવે છે.

સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના 1.15 કરોડ વિદ્યાર્થીઓની તેમજ ૪ લાખ જેટલા શિક્ષકોની દૈનિક ઑનલાઇન હાજરી નોંધવામાં આવે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી, સત્રાંત અને વાર્ષિક પરીક્ષા લેવામાં આવે છે આ પરિક્ષાઓના પરિણામ સ્વરૂપ દરેક વિષય અને દરેક વિદ્યાર્થી-દરેક વિષય અને દરેક વિદ્યાર્થી દીઠ Learning-Outcomes Student Report card આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે અને અત્યાર સુધીમાં 17 કરોડ જેટલા Student report Card આપવામાં આવ્યા છે.




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top