Dang : ડાંગ જિલ્લાના આહવા,વઘઇ અને સુબિર તાલુકામા “કૃષિમેળા” યોજાયો.

SB KHERGAM
0

 

Dang : ડાંગ જિલ્લાના આહવા,વઘઇ અને સુબિર તાલુકામા “કૃષિમેળા” યોજાયો.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૯: કૃષિ,ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અમલીકૃત AGR-14 અને NFSM યોજના અંતર્ગત તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ડાંગ જિલ્લાના આહવા,વઘઇ અને સુબિર ખાતે કૃષિમેળાની ઉજવણી કરવામા આવી હતી. 

વઘઇ કૃષિ યુનિવર્સિટી ખાતે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો “કૃષિમેળા” યોજવામા આવ્યો હતો. જ્યારે સુબિર ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રવિનાબેન ગાવિતના અધ્યક્ષ સ્થાને “કૃષિમેળા” યોજવામા આવ્યો હતો.  

આહવા ખાતે ખેત, ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતી જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી હરિશભાઇ બચ્છાવના અધ્યક્ષ સ્થાને ખેડુત તાલીમ કેન્દ્ર આહવા ખાતે “કૃષિ મેળો” યોજવામા આવ્યો હતો. 

ડાંગ જિલ્લાને દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામા આવ્યો છે, ત્યારે જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો બનાવી રાખવા સૌ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવા સાથે જ પ્રાકૃતિક ખેતી માટે સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવા શ્રી હરિશભાઇ બચ્છાવે ઉપસ્થિત ખેડુતોને જણાવ્યુ હતુ.

જિલ્લાના ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી પોતાના પરિવાર સહિત દેશને પણ પ્રાકૃતિક ઘાન્ય પુરૂ પાડે તે માટે પ્રાકૃતિક ખેતી કરવા આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચોધરીએ ખેડુતોને જણાવ્યુ હતુ. શ્રી ચૌધરીએ પ્રાકૃતિક ખેતીનુ મહત્વ સમજાવી દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરવા ખેડુતોને આહવાન કર્યુ હતુ. આ સાથે જ સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત કાર્ડ મેળવી લેવા, તેમજ સમાજમા બાળ લગ્નો અટકાવવા અને વ્યસનથી દુર રહેવા ખેડુતોને અપીલ કરી હતી.

આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંજય ભગરીયાએ આઇ ખેડુત પોર્ટલની જાણકારી આપી હતી. તેમજ પ્રાકૃતિક ખેતી માટેની યોજનાઓ વિશે માહિતી આપી હતી. પશુપાલન અધિકારી શ્રી ધર્મેશભાઇ ચૌધરીએ પશુપાલન વિભાગની યોજનાકીય જાણકારી આપી હતી. તેમજ આઇ ખેડુત પોર્ટલ માટે જરૂરી દસ્તાવેજો અંગેની જાણકારી આપી હતી.

“કૃષિમેળા” મા કૃષિ તજજ્ઞો તેમજ પ્રગતિશીલ ખેડુતોએ પ્રાકૃતિક ખેતીની ઉપયોગીતા અને તેનુ મહત્વ સમજાવ્યુ હતુ. દરમિયાન વડા પ્રધાનશ્રીનો લાઇવ કાર્યક્રમ નિહાળવામા આવ્યો હતો. 

આ પ્રસંગે વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, સુબિર તાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રી રઘુનાથ સાવળે જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારીશ્રી હર્ષદભાઇ પટેલ સહિતના અધિકારીશ્રીઓ પદાઘિકારીશ્રીઓ, ગ્રામ સેવકો તેમજ મોટી સંખ્યામા ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top