Dang : ડાંગ જિલ્લામા જેન્ડર & ડેવલોપમેન્ટ તથા જાતિગત ભેદભાવ અને હિંસા વિષયક જાગૃતિ કાર્યક્રમો યોજાયા.

SB KHERGAM
0

 


Dang : ડાંગ જિલ્લામા જેન્ડર & ડેવલોપમેન્ટ તથા જાતિગત ભેદભાવ અને હિંસા વિષયક જાગૃતિ કાર્યક્રમો યોજાયા.

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા દ્વારા વિવધ ગ્રામ્ય વિસ્તારોમા જન જાગૃતિના કાર્યક્રમો યોજવામા આવ્યા.

આહવા તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરીએ જનજાગૃતિ ઝુંબેશ રેલીને લીલીં ઝંડી આપી.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૨:  સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા દ્વારા ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય સંલગ્ન જેન્ડર રિસોર્સ સેન્ટર, ગાંધીનગર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે Sustaining Equality Through Universities/Colleges (SETU) પ્રકલ્પ હેઠળ, ડાંગ જિલ્લામાં સ્ત્રી પુરુષ સમાનતા, મહિલાલક્ષી કાયદાઓ, સામાજીક પરિવર્તન, પોષણ વિગેરે વિષય અંગે જાગૃતિ લાવવા માટે તારીખ ૧૨મી ફેબ્રુઆરી થી ૧૮મી ફેબ્રુઆરી દરમિયાન,ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારોમા સાપ્તાહિક જાગૃતિ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સમાજમાં સ્ત્રી-પુરુષ સમાનતા સ્થાપવાના ધ્યેય સાથે આ જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ જનજાગૃતિ ઝુંબેશની શરૂઆત, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઝુંબેશ રેલી, સંવાદ, વક્તવ્ય, શેરી નાટક, ફિલ્મ શો, પ્રચાર પત્રિકાઓનું વિતરણ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. 

સાપ્તાહિક જાગૃતિ ઝુંબેશ દરમિયાન ડાંગ જિલ્લાના આહવા નગરમાં, વઘઈ તાલુકાના કાલીબેલ ગામ, ભાલખેત, ચીખલા, આહવા (કન્યા છાત્રલય) વિગેરે સ્થળોએ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ જનજાગૃતિ ઝુંબેશના કાર્યક્રમો કરવામા આવ્યા હતા. આ ઝુંબેશ કાર્યક્રમમા વિદ્યાર્થીઓ સહિત કોલેજના અધ્યાપકશ્રીઓ તેમજ સામાજિક કાર્યકતાઓ પણ જોડાયા હતા. સમગ્ર જનજાગૃતિ ઝુંબેશ કાર્યક્રમનુ આયોજન કોલેજના આચાર્ય શ્રી ડો.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ, સેતુ પ્રોગ્રામના નોડલ પ્રાધ્યાપક શ્રીમતી યોગીના જે. પ્રજાપતી દ્વારા કરવામા આવ્યુ હતું. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top