Dang : આહવા તાલુકાના મહાલપાડા ખાતેથી જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪નો પ્રારંભ કરાયો.

SB KHERGAM
0

Dang : આહવા તાલુકાના મહાલપાડા ખાતેથી જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪નો પ્રારંભ કરાયો.

ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્રી એમ.કે.ખાંટની ઉપસ્થિતિમા શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪નો શુભારંભ કરાયો :

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૩૦: ડાંગ જિલ્લામાં તા.૨૯મી જાન્યુઆરીથી તા.૩ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમ્યાન ગુજરાત  રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ, ગાંધીનગર તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, ડાંગ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘ગુજરાત શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪’ ની ઉજવણી કરવામાં આવી રહી છે.

જે કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના આહવા તાલુકાના મહાલપાડા પ્રાથમિક શાળામાંથી ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્રી એમ.કે.ખાંટની ઉપસ્થિતિમા શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪નો શુભારંભ કરવામા આવ્યો છે. 

આ કાર્યક્રમમા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ, ગાંધીનગર દ્વારા બાયસેગની વંદે ગુજરાત ચેનલ મારફત જીવંત પ્રસારણ, સમગ્ર ગુજરાત રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયા, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપનના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અનુપમ આનંદ તેમજ અધિક મુખ્ય કારોબારી અધિકારી શ્રી કમલ અસારી દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી અંગેનું મહત્વ સમજાવતા વિવિધ પ્રકારની આપત્તિઓને પહોંચી વળવા માટે શાળાના બાળકો તેમજ શિક્ષક અને સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

જિલ્લા કલેકટર કચેરીના ડિઝાસ્ટર શાખાના ડી.પી.ઓ. શ્રી ચિંતન પટેલ દ્વારા શાળા સલામતી અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમજ માસ્ટર ટ્રેનર દ્વારા શાળામાં બનતી દુર્ઘટનાઓ સમયે બચાવ કામગીરી અંગેનું પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, એસ.એમ.સી. ના મેમ્બરો તેમજ ગામના લોકોએ ભાગ લીધો હતો.

-

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top