Dang: ડાંગ જિલ્લાની આહવા સ્થિત સરકારી ગર્લ્સ હોસ્ટેલમા “યોગ ફિટનેશ ટેસ્ટ” યોજાઇ.

SB KHERGAM
0

 

Dang: ડાંગ જિલ્લાની આહવા સ્થિત સરકારી ગર્લ્સ હોસ્ટેલમા “યોગ ફિટનેશ ટેસ્ટ” યોજાઇ.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૬: ડાંગ જિલ્લાની આદિજાતી વિભાગ હેઠળની સમાજ કલ્યાણ કચેરી સંચાલિત આહવાની સરકારી ગર્લ્સ હોસ્ટેલમા “યોગ ફિટનેશ ટેસ્ટ” યોજવામા આવી હતી. 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ ટ્રેનરની તાલીમ બેચ નંબર ૩૬મા ઓનલાઈન તાલીમ લેનાર તાલીમાર્થીઓ માટે, તારીખ ૨૩ ફેબ્રુઆરીના રોજ સરકારી ગર્લ્સ હોસ્ટેલ-આહવા ખાતે ડાંગ જિલ્લા યોગ કો ઓર્ડિનેટર શ્રી કમલેશ પત્રેકર દ્વારા ફિટનેસ ટેસ્ટ યોજવામા આવી હતી. જેમા કુલ ૨૭ બહેનોએ પરીક્ષા આપી હતી. 

આ પ્રસંગે જિલ્લાના યોગ કોચ શ્રીમતી સરીતાબેન ભોયે, શ્રીમતી નેહાબેન કાપડીયા, શ્રીમતી સુમનબેન ગાયકવાડ તેમજ શ્રી છગનભાઈ ચોર્યાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top