Vansda: ઉનાઈ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું.

SB KHERGAM
0

 

વાંસદા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે ભરાતો મકરસંક્રાંતિના મેળામાં શનિ-રવિવારની રજામાં હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટયું હતુ.

આ લોકમેળાનું ઉદ્દઘાટન વાંસદા વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

લોકમેળામાં સવારથી લઈ સાંજ સુધી લોકોની આવન-જાવન સતત ચાલુ રહી હતી. મેળામાં લોકોએ મનભરીને મજા માણી હતી. જેમાં જાતજાતની મીઠાઈની દુકાનો, કપડાંની દુકાનો, રમકડાંની દુકાનો, ખાણીપીણીના સ્ટોલ, આનંદપ્રમોદ માટે નાના બાળકોથી લઈ મોટા વ્યક્તિ માટેની સ્લાઈડ, ચકડોળ મેળામાં જોવા મળી હતી. મોતકુવામાં મોટરસાઇકલ દ્વારા સ્ટંટ કરતા સ્ટંટમેનોને જોવા લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. આ મેળામાં ઘર વપરાશની ચીજોની દુકાનો સૌથી વધુ જોવા મળી હતી. આ લોકમેળામાં ધારાસભ્ય અનંતભાઇ પટેલ ફુગ્ગાનું નિશાન તાકવાનું ચુક્યા નહોતા. તેમજ તેમણે મોતકૂવાની મુલાકાત તેમના મિત્રો સાથે લીધી હતી.


વહેલી સવારથી જ ઉનાઈ માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓનો ગરમ પાણીના ઝરામાં સ્નાન કરવા ધસારો જોવા મળ્યો હતો જેમાં ઐતિહાસિક ગરમ પાણીના ઝરામાં દૂર-દૂરથી ભાવિકો ગરમ પાણીના ઝરામાં સ્નાન કરવા માટે આવતા હોય છે. આ વર્ષે પણ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવા શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો. સ્નાન કર્યા બાદ ભાવિકો માતાજીના દર્શન માટે મોટી કતાર લગાવી હર્તી ટ્રાફીકની સમસ્યા ન સર્જાય અને કોઇ અનિચ્છિનીય બનાવ ન બને તેમજ વોટર ફાઇટર મેડિકલ ટિમ સહિત તંત્રએ ખડે પગે ફરજ બજાવી હતી સાથે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેવા હેતુથી વાંસદા પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે મેળા પર બાજ નજર રખાઈ રહી છે.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top