Valsad : વલસાડ જિલ્લાની ૯૫૪ સરકારી શાળાઓમાં તા. ૨૯ જાન્યુ.થી ‘‘શાળા સલામતી સપ્તાહ’’ની ઉજવણી થશે.

SB KHERGAM
0

Valsad : વલસાડ જિલ્લાની ૯૫૪ સરકારી શાળાઓમાં તા. ૨૯ જાન્યુ.થી ‘‘શાળા સલામતી સપ્તાહ’’ની ઉજવણી થશે.

  • ભૂકંપ, વાવાઝોડુ, પુર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી આપત્તિઓ સમયે વ્યવસ્થાપનની સમજ અપાશે.

  •  NDRF/SDRF દ્વારા રેસ્કયુ નિદર્શન, ફાયર ફાઈટીંગ ડેમોસ્ટ્રેશન અને ભૂકંપ વિષયક પ્રેઝન્ટેશન રજૂ થશે.    

  • છ દિવસ સુધી જિલ્લાની વિવિધ શાળાઓમાં ૧૯૪ ઈવેન્ટનું આયોજન કરાયું.

ભૂકંપ, વાવાઝોડુ, પુર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત્તિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આપત્તિ સમયે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે તા. ૨૯ જાન્યુઆરી થી તા. ૩ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી વલસાડ જિલ્લાની ૨૮૨ પ્રાથમિક શાળામાં મેગા ઈવેન્ટ અને કુલ ૯૫૪ સરકારી પ્રાથમિક શાળામાં ‘‘શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૪’’ની ઉજવણી કરાશે. 

તા. ૨૯ જાન્યુઆરીના રોજ પ્રથમ દિવસે તમામ બાળકોને બાયસેગ ઉપર મંત્રીશ્રી આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમ બતાવવામાં આવશે. જેમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ ઉપસ્થિત રહેશે. આપત્તિ, જોખમ, અસુરક્ષિતતા અને ક્ષમતાની સમજ અને શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજનાની સમજ આપવામાં આવશે. તા. ૩૦ જાન્યુઆરીના રોજ બીજા દિવસે શાળાના તાલીમ પામેલા શિક્ષકો દ્વારા સંભવિત હેઝાર્ડની ચાર્ટ/પોસ્ટર, આઈઈસી, ઓડિયો,વીડિયોના માધ્યમથી સમજ આપવામાં આવશે. તા. ૩૧ જાન્યુ.ના રોજ ત્રીજા દિવસે શાળાના તાલીમ પામેલા શિક્ષકો, ફાયર બ્રિગેડ અને આપદામિત્ર દ્વારા આગ, અકસ્માત, ભૂકંપ અને પૂર જેવી આપત્તિ સમયેની સમજ અપાશે. તા. ૧ ફેબ્રુઆરીના રોજ ચોથા દિવસે ચિત્ર, નિબંધ, વકતૃત્વ સ્પર્ધા શાળા કક્ષાએ યોજાશે. તા. ૨ ફેબ્રુઆરીના રોજ પાંચમાં દિવસે ૧૦૮ એમ્બ્યુલન્સ, એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા શોધ અને બચાવ તેમજ પ્રાથમિક સારવાર અંગેની માહિતી આપવામાં આવશે. તા. ૩ ફેબ્રુઆરીના રોજ છઠ્ઠા દિવસે એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા ડેમોસ્ટ્રેશન, મોકડ્રીલ અને ઈનામ વિતરણ કરાશે.  

વલસાડ જિલ્લાની ૨૮૨ પ્રાથમિક શાળાઓમાં મેગા ઈવેન્ટ અને જિલ્લાની કુલ ૯૫૪ સરકારી પ્રાથમિક શાળામાં ‘‘શાળા સલામતી સપ્તાહ’’ની ઉજવણી સતત છ દિવસ સુધી કરાશે. જેમાં પ્રથમ દિવસે મેગા ઈવેન્ટ તા. ૨૯ જાન્યુ. ના રોજ સવારે ૧૦-૩૦ થી સાંજે ૫-૧૦ સુધી વલસાડ તાલુકામાં તિથલ રોડ પર કલેકટર બંગલાની સામે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં, પારડી તાલુકામાં પારડી કુમારશાળા નંબર ૧માં, વાપી તાલુકામાં રામલીલા મેદાનની બાજુમાં ઔદ્યોગિક વસાહત પ્રાથમિક શાળામાં, ઉમરગામ તાલુકામાં ઉમરગામ ટાઉનની કુમારશાળામાં, ધરમપુર તાલુકામાં ખારવેલ પ્રાથમિક શાળામાં અને કપરાડા તાલુકામાં સ્ટેટ બેંકની બાજુમાં આવેલી કપરાડા પ્રાથમિક શાળામાં યોજાશે. છ દિવસ દરમિયાન જિલ્લાની વિવિધ સરકારી શાળાઓમાં ફાયરની ૧૦૧ ઈવેન્ટ, ૧૦૮ સેવાની ૭૧ ઈવેન્ટ, આપદા મિત્રની ૧૨૬ ઈવેન્ટ અને આરટીઓ દ્વારા રોડ સેફટીને લગતી ૬ ઈવેન્ટ મળી કુલ ૧૯૪ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૦ જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top