Valsad: વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને મળી.

SB KHERGAM
0

 

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને મળી.

  • ધરમપુર ચોકડી અબ્રામાથી સાંઈલીલા મોલ સુધીના રસ્તા પરના દબાણ દૂર કરી રાહદારીઓ માટે ખુલ્લા કરવા કલેકટરશ્રીનો આદેશ 
  • કપરાડાના મુખ્ય ૩ બ્લેક સ્પોટ દિક્ષલ, દાબખલ અને કુંભઘાટ પાસે રોડ માર્કિંગ અને અકસ્માત સંભવિત વિસ્તારના બોર્ડ લગાવવા સૂચન કરાયું.

  • વાપી રેલવે સ્ટેશન પાસે ‘‘નો પાર્કિંગ’’ હોવા છતાં રિક્ષાઓ પાર્ક થતી હોવા મુદ્દે પોલીસ અધિક્ષકશ્રીએ સત્વરે કાર્યવાહી કરવા જણાવ્યું.

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા. ૨૦ જાન્યુ.ના રોજ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. 

આ બેઠકમાં વલસાડ જિલ્લામાંથી પસાર થતા હાઈવે નજીકના ગામડા પાસે અકસ્માત સંભવિત વિસ્તારના બોર્ડ લગાવવા અને ફૂટ ઓવરબ્રિજ અંગે કલેકટરશ્રીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. વલસાડ શહેરમાં ધરમપુર ચોકડી- અબ્રામાથી સાંઈ લીલા મોલ સુધી રસ્તા પર જે પણ દબાણો હોય તે દૂર કરી રાહદારીઓ માટે રસ્તો ખુલ્લો કરવા કલેકટરશ્રીએ કડક સૂચના આપી હતી. આ જ રીતે વાપી પાલિકા વિસ્તારમાં પણ પેડેસ્ટ્રીયન ક્લિન કરવા જણાવ્યું હતું. ઉમરગામના મોહનગામ ફાટક પાસે સર્વિસ રોડ અને હાઈવે વચ્ચે જાળી લગાવવા કલેકટરશ્રીએ સૂચન કર્યુ હતું. કપરાડા તાલુકાના મુખ્ય ૩ બ્લેક સ્પોટ દિક્ષલ, દાબખલ અને કુંભઘાટ પાસે રોડ માર્કિંગ અને અકસ્માત સંભવિત વિસ્તારના બોર્ડ લગાવવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું. પારડીના ખડકી રેમન્ડ કંપની નજીકના બ્રિજ પાસે રોડ માર્કિંગના પટ્ટા પાડવા જણાવ્યું હતું. મોતીવાડા ચાર રસ્તા થી પારડી બ્રિજની પાસે અકસ્માત સંભવિત વિસ્તારના બોર્ડ અને બ્લીનકર લગાવવા સૂચના આપી હતી. 

વાપી પાલિકા ચીફ ઓફિસર શૈલેષ પટેલે વાપી રેલવે સ્ટેશન પાસે નો પાર્કિંગ હોવા છતાં રિક્ષા પાર્ક થતી હોવાનું જણાવતા પોલીસ અધિક્ષકશ્રી ડો. કરણરાજ વાઘેલાએ આ બાબતે સત્વરે કાર્યવાહી થશે એમ જણાવ્યું હતું. વલસાડ સિટી બસને કલ્યાણ બાગ સામે પાર્કિંગ પ્લોટમાં જગ્યા ફાળવાઈ હોવાથી હવે રોડ પર ટ્રાફિક જામ થશે નહીં એવી માહિતી આપી હતી. વલસાડ શહેરમાં વિવિધ જાહેર સ્થળો પાસે ટ્રાફિક જામ ન થાય તે માટે સત્વરે પટ્ટા પાડવા કલેકટરશ્રીએ ચીફ ઓફિસરને તાકીદ કરી હતી.  

આ સિવાય શહેર જિલ્લામાં બની રહેલા માર્ગો પર વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન, અકસ્માતો નિવારવા શહેર અને જિલ્લામાં  આવેલા બિન અધિકૃત GAP IN MEDIANS બંધ કરવા, વાહનોમાં મુસાફરો અને શાળાના બાળકોનું ક્ષમતા કરતા વધુ પરિવહન સંદર્ભે કરેલી કામગીરીની સમીક્ષા, રોંગ સાઈડ ડ્રાઈવીંગ અને વાહનો દ્વારા ઓવર સ્પીડીંગ ઉપર નિયંત્રણ, માલ વાહક ભારે વાહનોમાં મુસાફરો દ્વારા ગેરકાયદેસર મુસાફરી પર નિયંત્રણ સંદર્ભે કરેલી કામગીરીની સમીક્ષા, ગોલ્ડન અવરમાં ઈજાગ્રસ્તોને સારવાર મળી રહે તે માટે અકસ્માતની સંભાવના ધરાવતા માર્ગો તથા બ્લેક સ્પોટ નજીક ૧૦૮ એમ્બ્યુલન્સની પર્યાપ્ત વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.  

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, વલસાડ જિલ્લા આરટીઓ અધિકારી નિકુંજ ગજેરા સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૦ જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top