Valsad ::પશ્ચિમ બંગાળથી મજૂરી માટે આવેલી મહિલા વિખૂટી પડતા વલસાડ સખી વન સ્ટોપ સેન્ટરે પરિવાર સાથે મિલન કરાવ્યું.

SB KHERGAM
0

Valsad ::પશ્ચિમ બંગાળથી મજૂરી માટે આવેલી મહિલા વિખૂટી પડતા વલસાડ સખી વન સ્ટોપ સેન્ટરે પરિવાર સાથે મિલન કરાવ્યું. 


  •  મહિલા હિન્દી ભાષા જાણતી ન હોવાથી વલસાડના બંગાળી ઈસમને બોલાવી મહિલા સાથે વાતચીત કરાવતા માહિતી મળી હતી.
  • પુત્ર સાથે વીડિયો કોલ પર વાત કરાવ્યા બાદ પુત્ર લેવા માટે વલસાડ આવતા માતા-પુત્ર વચ્ચે ભાવવિભોર દ્રશ્યો સર્જાયા.

પશ્ચિમ બંગાળથી ૪૬ વર્ષીય મહિલા શ્રમિકોના સમૂહ સાથે મજૂરી કામ અર્થે સુરત આવી હતી, ત્યાંથી વલસાડ જિલ્લામાં મજૂરી કામ માટે આવી હતી ત્યારે ભીલાડ પાસે એકલી અટૂલી પડી જતા ભીલાડ પોલીસના ધ્યાને આવતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં લાવવામાં આવી હતી. જ્યાં મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ ટીમના પ્રયત્નોથી પરિવારથી વિખુટી પડેલી મહિલાનું તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ, વલસાડના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે તા. ૧૨/૦૧/૨૪ના રોજ ભીલાડ પોલીસ સ્ટેશન દ્વારા મહિલાને આશ્રય માટે લાવવામાં આવી હતી. મહિલાને આશ્રય આપી તબીબી સારવાર પણ આપવામાં આવી હતી. કેન્દ્ર સંચાલક દ્વારા મહિલા સાથે વાતચીત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેઓ કંઈ બોલી રહ્યા ન હતા. ભીલાડ પોલીસ સ્ટેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ પશ્ચિમ બંગાળના છે. કેન્દ્ર સંચાલક દ્વારા પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં સંપર્ક કરી ત્યાંના પોલીસ સ્ટાફ સાથે વાતચીત કરી મહિલાની વાતચીત ત્યાંની પોલીસ સાથે કરાવી હતી. વલસાડ જિલ્લા પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે જાણ કરતા નજીકમાંથી એક બંગાળી ઈસમને સેન્ટર ખાતે બોલાવી મહિલા સાથે  બંગાળી ભાષામાં વાતચીત કરી તેણીનું નામ, સરનામું તથા તેમના પરિવાર વિશેની માહિતી મેળવી હતી. મહિલાનું ગામ દાદખાનપુર, પો. કાંતુરકા, જિ. માલદા, પશ્ચિમ બંગાળની રહેવાસી હોવાની માહિતી મળી હતી. તેમના પતિનું અવસાન થયું હતું. તેઓને સંતાનમાં બે પુત્ર તથા એક પુત્રી છે. 

તા. ૧૫/૦૧/૨૪ના રોજ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન દ્વારા માલદા જિલ્લામાં સંપર્ક કરી તેના દીકરાનો ફોન નંબર મેળવવામાં આવ્યો હતો. સેન્ટર દ્વારા મહિલાના દીકરાનો સંપર્ક  કરી વીડિયો કોલના માધ્યમથી તેમના દીકરા સાથે  વાતચીત કરાવી તેઓને સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા. દિકરાની ઓળખ કર્યા બાદ તેમને માતા સાથે મુલાકાત કરાવતા બંનેએ હર્ષની લાગણી અનુભવી મહિલા તેમના દીકરા સાથે ઘરે જવા માટે તૈયાર થયા હતા. તેમના દીકરાએ જણાવ્યું કે, હું મારી માતાને મારી સાથે ઘરે લઈ જવા માટે આવ્યો છું. તેથી સેન્ટરના કર્મચારી દ્વારા અને જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પીએસઆઈ સાથે સંકલન કરી મહિલાના પરિવારજનોની ખાતરી કર્યા બાદ પરિવારથી વિખુટી પડેલી મહિલાને ૯ દિવસ રાખ્યા બાદ તા.૧૯/૦૧/૨૪ના રોજ તેમના દીકરાને સોંપવામાં આવી હતી. પરિવારજનોએ "સખી" વન સેન્ટરની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૨ જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top