Valsad: વલસાડના પારનેરા ગામમાં ઈવીએમ-વીવીપેટ નિદર્શન કેન્દ્ર રથ આવી પહોંચતા મતદારોએ ડેમોસ્ટ્રેશન નિહાળ્યું.

SB KHERGAM
0

વલસાડના પારનેરા ગામમાં ઈવીએમ-વીવીપેટ નિદર્શન કેન્દ્ર રથ આવી પહોંચતા મતદારોએ ડેમોસ્ટ્રેશન નિહાળ્યું.

  • જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ઈલેકશન રથ તા. ૨૯ ફેબ્રુ. સુધી ભ્રમણ કરી લોકોમાં જાગૃત્તિ ફેલાવશે.

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 ને ધ્યાને લઈ મતદારોમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં જાગૃતિમાં વધે તે હેતુથી મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતથી ફાળવવામાં આવેલી LED મોબાઈલ વાન (ઈવીએમ-વીવીપેટ નિદર્શન કેન્દ્ર રથ) રવિવારે વલસાડ તાલુકાના પારનેરા ગામમાં આવી પહોંચતા આરોહણ-અવરોહણ સ્પર્ધાના યુવા સ્પર્ધકો તેમજ ગ્રામજનોએ ઈવીએમનું ડેમોસ્ટ્રેશન નિહાળ્યું હતું. આ વેળા વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.   

આગામી લોકસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જાહેર જનતામાં જનજાગૃતિ વધે તે હેતુથી ઈલેકશન રથ તા. 19 જાન્યુ.થી વલસાડ જિલ્લામાં ભ્રમણ કરી રહ્યો છે. જેને મતદારો દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ રથ તા. 29 ફેબ્રુઆરી સુધી વલસાડ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગમાં ફરીને ઈવીએમ અને વીવીપેટ અંગે નિદર્શન કાર્યક્રમ યોજશે. જેનો જાહેર જનતા અને ખાસ કરી યુવા અને ગ્રામ્ય મતદારોને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરાયો છે.


માહિતી બ્યુરોઃ વલસાડ તા. 21 જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top