Valsad: વલસાડ જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા જાતિય સતામણી અંગે કાયદાકીય શિબિર યોજાઈ.

SB KHERGAM
0

 

વલસાડ જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા જાતિય સતામણી અંગે કાયદાકીય શિબિર યોજાઈ.

  • કોઈ પણ મહિલાની જાતીય સતામણી થાય તો સરકારના વિવિધ માળખાની મદદ લેવા અનુરોધ કરાયો.

વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વાપીની ઉમેડિકા લેબોરેટરીઝ કંપની ખાતે  કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી ( અટકાયત, નિવારણ, પ્રતિબંધ,) -૨૦૧૩ અંતર્ગત કાયદાકીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 

વાપી પાલિકાના કારોબારી ચેરમેન મિતેશભાઈ દેસાઈ દ્વારા કોઈ પણ મહિલાને જાતિય સતામણી થાય તો સરકારના વિવિધ માળખાઓની મદદ લેવા જણાવાયુ હતું. એડવોકેટ અર્ચનાબેન દ્વારા મહિલાલક્ષી કાયદાઓની માહિતી આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના લો ઓફિસર સુરેશ કથીરિયા દ્વારા મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી કમલેશ ગીરાસેએ કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી વિગતવાર માહિતી આપી હતી. વલસાડ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.પરમારે પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની મહિલાલક્ષી કાયદાઓ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. 


સામાજિક કાર્યકર સુમિત્રાબેન ગાયકવાડ દ્વારા જાતિય સતામણીની PPT દ્વારા માહિતી આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા આર.દેસાઈએ મહિલાઓ પર હિંસા થાય તો વિવિધ માળખાઓની મદદ લેવા જણાવી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન (DHEW)ની કામગીરી વિશે માહિતી આપી હતી. 

કાર્યક્રમમાં કંપનીના ભાઈઓ અને બહેનો, “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારી, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર વલસાડના કર્મચારી, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનના કર્મચારી, જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર વાપીના કર્મચારી, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ૧૩૦ લાભાર્થીઓને મહિલા અને બાળ કચેરીની વિવિધ યોજનાના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન કંપનીના હેડ એન.એમ.દેસાઈએ જ્યારે આભારવિધિ DHEWના અંકિતાબેન પટેલે કરી હતી. 

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૦ જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top