Valsad : કપરાડા તાલુકાની સરકારી વિનયન કૉલેજમાં "પોઝિટિવ એટીટયૂડ" વિષય પર સેમિનાર યોજાયો.

SB KHERGAM
0

કપરાડા તાલુકાની સરકારી વિનયન કૉલેજમાં "પોઝિટિવ એટીટયૂડ" વિષય પર સેમિનાર યોજાયો.

  • વિદ્યાર્થીઓને નાની મોટી સમસ્યા સમયે નાસીપાસ થવાને બદલે હકાત્મક અભિગમ અપનાવવા સમજાવાયું.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની સરકારી વિનયન કોલેજમાં "પોઝિટિવ એટીટયૂડ" વિષય પર સેમિનાર યોજાયો હતો.  

કપરાડા કૉલેજના આચાર્ય ડૉ. ડી.એન.દેવરીના માર્ગદર્શન હેઠળ ઉદિશા/પ્લેસમેન્ટ સેલના કો-ઓર્ડીનેટર પ્રા ડૉ. ભાવેશ ટંડેલ દ્વારા આયોજિત" પોઝિટિવ એટીટ્યુડ" સેમિનારમાં વક્તા તરીકે મોટાપોંઢા કોલેજના પ્રો.ડો. આશાબેન ગોહિલે વિદ્યાર્થીઓને સાંપ્રત સમયે ઉપયોગી,  હિતકર્તા અને ભવિષ્યમાં ઉપકારક વાતો કરી હતી.  સમગ્ર સેશન દરમ્યાન રમત રમાડી તથા વિદ્યાર્થીઓને બોલવા માટે મંચ પૂરો પાડી એમનામાં આત્મવિશ્વાસ જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પોતાના જીવનમાં પોઝિટિવ એટીટ્યુડ અપનાવવા માટે વિદ્યાર્થીઓને  પ્રતિબદ્ધ કર્યા હતા. નાની મોટી તકલીફો કે સમસ્યાઓની સામે ઝઝૂમવાને બદલે વિદ્યાર્થી નાસીપાસ થતાં હોય છે આ સમયે "પોઝિટિવ એટીટ્યુડ" જીવનમાં અપનાવ્યું હોય તો એ કેવી રીતે મદદરૂપ થઈ શકે એના ઉત્તમ વ્યક્તિઓના ઉદાહરણો તથા ઘટનાઓ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું હતું. 

પ્રાચીન પરંપરાથી આપણા જીવનમાં દિવસના આરંભે ઇષ્ટદેવનું સ્મરણ, સ્તુતિ, ભજનોથી એક હકારાત્મકતાનું વાતાવરણથી શરૂ કરી વિવિધ ક્ષેત્રોની વ્યક્તિઓ જીવનમાં નાસીપાસ ન થતાં ઝઝૂમીને કેવી રીતે સફળતાને વરી એ તમામ વાતો વકત્વયમાં વણી લેવામાં આવી હતી. આચાર્ય ડી.એન. દેવરીએ તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને પ્રેરિત કરી કાર્યક્રમ સરસ રીતે આયોજિત થયાની ખુશી વ્યક્ત કરી હતી. કપરાડા કૉલેજના પ્રોફેસરો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓ અને કોલેજનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. 


માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૯ જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top