વલસાડ તાલુકાના કાંપરીયા અને વાઘલધરા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર એનાયત.

SB KHERGAM
0

 

વલસાડ તાલુકાના કાંપરીયા અને વાઘલધરા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર એનાયત.

  • દિલ્હીથી આવેલી ટીમે ઓક્ટોબર માસમાં સેન્ટરના ૭ સર્વિસ પેકેજની ચકાસણી કરી હતી.
  • દર્દીઓના અભિપ્રાય પણ લેવામાં આવ્યા, કાપરીયાને ૮૬.૮૭ ટકા અને વાઘલધરાને ૮૩.૮૭ ટકા મળ્યા.
  •  જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૪ આયુષ્યમાન આરોગ્ય મંદિરને NQAS પ્રમાણપત્ર મળ્યા.

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વલસાડ તાલુકાના કાંપરીયા અને વાઘલધરા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ એક્રિડીટેશન રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જે બદલ રાષ્ટ્રીય સ્તરે વલસાડ જિલ્લાને ગૌરવ પ્રદાન થયું છે. 

ગત ઓક્ટોબર માસ દરમિયાન દિલ્હીથી ટીમ વિવિધ માપદંડોના મૂલ્યાંકન માટે વલસાડ આવી હતી. જેમાં વલસાડ તાલુકાના કાંપરીયા અને વાઘલધરા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ૭ સર્વિસ પેકેજ જેવા કે સગર્ભા માતાની પ્રસુતિ, પ્રસુતિ પછીની સારસંભાળ, નવજાત શિશુ અને ૧ વર્ષથી નાના બાળકના આરોગ્યની સંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર કિશોરીઓને લગતી પુરતી આરોગ્ય સેવા, કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ તેમજ તેને સંલગ્ન આરોગ્ય સેવાઓ, સામાન્ય બિમારીઓના ઉપચાર, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું સઘન સંચાલન જેમાં સંચારી રોગચાળા સંબંધિત પ્રોગ્રામ અમલીકરણ, ડાયાબીટીસ, હાયપર ટેન્શન, કેન્સર જેવા નોન કોમ્યુનિકેબલ રોગોનું નિદાન અને સારવાર, આંખ, કાન, નાક તથા ગળાને લગતી બિમારી અને રોગોનું સ્ક્રીનીંગ નિદાન તેમજ સારવાર, દાંતના આરોગ્યને સંબંધિત સેવાઓ, માનસિક આરોગ્યને લગતી બિમારીઓનું નિદાન તેમજ સારવાર, વધુ વય ધરાવતા વ્યકિતઓ માટે ઉંમર સંલગ્ન સારવાર તેમજ ઈમરજન્સી સેવાઓ સાથે સાથે કાર્યક્રમો તથા જનરલ એડમિનિસ્ટ્રેશન, ફાઈનાન્સને લગતી વિવિધ બાબતો તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓનું ચેકિંગ રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું. 

આ માટે દર્દીઓનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. 

ચકાસણી કર્યા બાદ કાંપરીયા આયુષ્માન આરોગ્ય મંદિરને ૮૬.૮૭ ટકા અને વાઘલધરા આયુષ્માન આરોગ્ય મંદિરને ૮૩.૮૭ ટકા સાથે એન.ક્યુ.એ.એસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન બદલ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામિત તેમજ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૪ આયુષ્યમાન આરોગ્ય મંદિર મળી કુલ ૧૫ ને રાષ્ટ્રીય કક્ષાનું એનક્યુએએસ પ્રમાણપત્ર એનાયત થઈ ચૂક્યા છે. 

 માહિતી સ્રોત: માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૬ જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top