Junagadh: જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાનાં પ્રજાસત્તાક પર્વે પોલીસ વિભાગના બાઇક સવારોના દિલધડક સ્ટંટ.

SB KHERGAM
0

 

Junagadh: જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાનાં પ્રજાસત્તાક પર્વે પોલીસ વિભાગના બાઇક સવારોના દિલધડક સ્ટંટ.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે મહિલાઓએ તેમના શૌર્ય શક્તિનું નિદર્શન બાઈક સવારીના સ્ટંટ દ્વારા રજૂ કર્યું હતું. આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા રાષ્ટ્રભક્તિસભર કાર્યક્રમમાં જિલ્લા પોલીસ દ્વારા  આયોજિત બાઈક સ્ટંટના  કાર્યક્રમમાં બાઇક પર હનુમાનજીના વેશમાં મહિલા બાઇક સવાર અને તેમની પાછળ સવાર તરીકે ભગવાન શ્રી રામના વેશમાં મહિલા પોલીસ દ્વારા જે બાઈક સ્ટંટ રજૂ કરવામાં આવ્યા હતાં, તેને લોકોએ તાળીઓના નાદથી વધાવી લીધા હતા.

મહિલા પોલીસ સવારે છૂટા હાથે બાઈકની સવારી, હાથમાં પિસ્તોલ સાથે બાઈક સવારી, રાણી લક્ષ્મીબાઈના વેશમાં તલવારબાજીના સ્ટંટ સાથે બાઈક પર ખુલ્લા હાથે સવારી, એક જ બુલેટ પર એક સાથે અનેક મહિલાઓની સવારી સાથેના દિલધડક સ્ટંટ લોકોમાં જોમ ભરવા સાથે એક ઘડી માટે શ્વાસ રોકાઈ જાય તે પ્રકારનો રોમાંચ ભરી લીધો હતો.


આ સિવાય, પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા બાઈક સ્ટન્ટના  હેરતઅંગેજ નિદર્શને લોકોની વાહ-વાહી મેળવી હતી.

આ સિવાય, બાઈક સવારો દ્વારા સળગતી રિંગમાંથી પસાર થવાના કરતા દર્શાવીને પોતાની અનોખી એકાગ્રતા અને કુશળતાનું નિદર્શન કર્યું હતું.


સમગ્રતયા, પોલીસ તંત્ર દ્વારા આયોજિત બાઈક સવારીના સ્ટન્ટેડ ઉપસ્થિત લોકોમાં જોમ જોશો અને રાષ્ટ્રભક્તિનો જુવાળ ભરવાનું કામ કર્યું હતું. બાઈક સવારી માટેની કુશળતા સાથે એકાગ્રતા અને અનુશાસનના ગુણોના નિદર્શને જુનાગઢ વાસીઓમાં અમીટ છાપ છોડી હતી. 

માહિતી સ્રોત : Junagadh Gujarat Information

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top