નવસારી જિલ્લામા ઇ.વી.એમ. નિદર્શન વાન શરૂ કરાઇ.

SB KHERGAM
0

 

નવસારી જિલ્લામા ઇ.વી.એમ. નિદર્શન વાન શરૂ કરાઇ.

જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવ દ્વારા ઇ.વી.એમ. નિદર્શન વાનને લીલીં ઝંડી આપી પ્રસ્થાન કરાવાયુ.

(નવસારી : મંગળવાર ) ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને, નવસારી જિલ્લાના મતદારો માટે ઇ.વી.એમ./વીવીપેટના માધ્યમથી પોતાનો કિંમતી મત કેવી રીતે આપવો, તે અંગે લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામા આવી રહ્યા છે.

જેના ભાગરૂપે નવસારીના  જિલ્લાના કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવએ ઇ.વી.એમ. નિદર્શન વાનને કલેકટર કચેરી ક્લાયાવાડી ખાતેથી લીલીં ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી .નવસારી જિલ્લામાં  ઇ.વી.એમ. નિદર્શન વાન મોબાઈલ તા.૨૦/૦૧/૨૦૨૪ થી તા.૨૯/૦૨/૨૦૨૪ સુધી વિવિધ સ્થળોની મુલાકાત લઈ ઇવીએમ-વીવીપેટ અંગે લોકોને જાગૃતા કરશે . 

નવસારી  જિલ્લાના લોકસભાના બુથ પર જઇને ઇ.વી.એમ./વીવીપેટ શું છે તે અંગેની માહિતી પુરી પાડશે. તેમજ વાનમા રાખવામા આવેલ ઇ.વી.એમ. મશીનના માધ્યમથી મત કઇ રીતે આપી શકાય તેની લોકોને રૂબરૂ જાણકારી આપવામાં આવશે. આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવામા આવશે.

આ પ્રસંગે  નાયબ કલેકટરશ્રી ઓમકાર શિંદે, નિવાસી અધિક કલેકટર શ્રી કેતન જોષી  ,  નાયબ કલેકટરશ્રી  કે.જી વાઘેલા , નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી પ્રિયંકા પટેલ  સાથે ચુંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top