ગુજરાતમાં પ્રા.શિક્ષકોની બદલી માટે ગુડ ન્યૂઝ, આ મહિનામાં યોજાશે જિલ્લા ફેર અને આંતરિક બદલી કેમ્પ, જાણો સમગ્ર વિગત.

SB KHERGAM
0

 


ગુજરાતમાં પ્રા.શિક્ષકોની બદલી માટે ગુડ ન્યૂઝ, આ મહિનામાં યોજાશે જિલ્લા ફેર અને આંતરિક બદલી કેમ્પ, જાણો સમગ્ર વિગત.

ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવનારી શિક્ષકોની બદલી કરવામાં આવશે. રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મનગમતા જીલ્લામાં બદલી માટે શિક્ષકોને પસંદગી આપવાની વાત ચાલી રહી છે.

શિક્ષકોની આંતરિક જીલ્લા ફેરબદલી માટે કેમ્પ યોજાશે. રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા તમામ DPEOને પત્ર લખી જાણ કરાઈ છે. 31 મે 2024 માં નિવૃત થતા શિક્ષકોને ધ્યાનમાં રાખી માહિતી એકત્ર કરવા પણ આદેશ કરાયો છે. રાજ્યમાં મે મહિનામાં વય મર્યાદાને ધ્યાનમાં રાખીને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આંતરિક બદલી કરવામાં આવનારી છે, જે અંગે નૉટિફિકેશન સામે આવ્યુ છે.

ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભદર્શિત પત્રથી જિલ્લા આંતરિક/જિલ્લા ફેર અરસપરસ બદલી માટે શિક્ષણ વિભાગના તાઃ- ૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ:- N ની જોગવાઈમાં માત્ર આ વર્ષ પુરતી છુટાછાટ આપી તા:- ૩૧/૦૩/૨૦૨૪ ની સ્થિતિએ ઠરાવની જોગવાઈ મુજબ પાત્રતા ધરાવતા શિક્ષકો પાસેથી જિલ્લા આંતરિક/જિલ્લા ફેર અરસપરસ બદલી માટે અરજીઓ મંગાવી જિલ્લા આંતરિક/જિલ્લાફેર અરસ પરસ કેમ્પ યોજવા સૂચના આપેલ છે.

શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભદર્શિત પત્રથી આપવામાં આવેલ સુચના અન્વયે નીચે મુજબ કાર્યવાહી કરવા સુચના આપવામાં આવે છે.

શિક્ષણ વિભાગના તાઃ-૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવની જોગવાઈ મુજબ તાઃ- ૩૧/૦૩/૨૦૨૪ ની સ્થિતિએ પાત્રતા ધરાવતા વિધાસહાયક/શિક્ષકોએ તા:-૦૫/૦૧/૨૦૨૪ થી તા:- ૦૫/૦૨/૨૦૨૪ સુધીમાં જિલ્લા આંતરિક/જિલ્લા ફેર અરસપરસ બદલી માટે પોતાની અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ જમા કરાવવાની રહેશે.

ત્યારબાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ તા:-૦૬/૦૨/૨૦૨૪ થી તા:-૧૫/૦૨/૨૦૨૪ સુધીમાં આવેલ અરજીઓ પોતાના જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારીશ્રીની કચેરીમાં જમા કરાવવાની રહેશે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top