શ્રી સુરેશચંદ્ર ખુશાલભાઈ પટેલ, સભ્યશ્રી (ગુજરાત જાહેર સેવા આયોગ)

SB KHERGAM
0

    

શ્રી સુરેશચંદ્ર ખુશાલભાઈ પટેલ, સભ્યશ્રી (ગુજરાત જાહેર સેવા આયોગ)

સુરત ખાતે એસ.વી.આર. કોલેજમાં બી.ઈ.સિવિલ એડમિશન લઈ ડીસ્ટ્રીકશન સાથે બી.ઈ. સિવિલની પદવી મેળવ્યા બાદ ૧૯૮૮માં ઓ.એન.જી.સી માં મદદનીશ કાર્યપાલક ઈજનેર સિવિલ .૧ માં દહેરાદુન ખાતેથી પોતાની નોકરીની શરૂઆત કરી ૧૯૮૮ થી ૨૦૦૧ સુધી ઓ.એન.જી.સી ખાતે કાર્યભાર સંભાળ્યો તે દરમ્યાન યંગ એક્યુકેટીવ ઓ.એન.જી.સી " ચેરમેન એવોર્ડ પણ હાંસલ કરેલ છે. આ નોકરી દરમ્યાન બોમ્બે હાઈ ઓઈલ ફીલ્ડના સ્ટ્રક્ચર બનાવવા તથા નિભાવવાના જુદા જુદા વિષયો પર નેશનલ તથા ઇન્ટરનેશનલ લેવલે સંશોધન પેપર્સ લખવાની પણ તક મળી હતી. વર્ષ ૨૦૦૦ માં IGNOU દ્વારા MBA નો અભ્યાસક્રમ પ્રથમ વર્ગમાં પાસ કરવાનો અનેરો આનંદ આજે પણ એમના પહેરા પર જોવા મળે છે. વર્ષ ૨૦૦૧માં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેરની સીધી ભરતીથી આલેખન વિભાગમાં જોડાયા અધિક્ષક ઈજનેર તરીકે પણ આલેખન વિભાગમાં જ બઢતી મળતાં કાર્યભાર સંભાળ્યો. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગમાં ઈજનેર નિયામક (એસ.ટી) ના હોદ્દા પર વર્ષ ૨૦૧૬ થી વર્ષ ૨૦૨૨ સુધી સેવા બજાવેલ છે. દરમ્યાન આલેખન વિભાગનો વધારાનો હવાલો પણ સાંભળેલ રહ્યો. દરમ્યાનમાં મુખ્ય ઈજનેર તરીકે સરકારશ્રીના જુદા જુદા વિભાગો જેવા કે કાયદા વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ હેઠળના પશુપાલન વિભાગ, યુવા પ્રતિભા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ, નાણાં વિભાગ જેવા મહત્વના વિભાગોના બાંધકામ પ્રોજેક્ટની કામગીરી સંભાળેલ છે. દરમિયાનમાં રાજય સરકાર દ્વારા તારીખ ૦૫/૦૫/૨૦૨૨ થી રાજય સરકારની અત્યંત મહત્વની ભરતી એજન્સી એવી ગુજરાત જાહેર સેવા આયોગના સભ્ય તરીકે નિમણૂક આપવામાં આવતાં હાલ ગુજરાત જાહેર સેવા આયોગ સભ્ય તરીકેની ખૂબ જ મહત્વની કામગીરી સંભાળી રહેલ છે. રાજય સરકાર દ્વારા એજીનિયરીંગ કેડરમાંથી ગુજરાત જાહેર સેવા આયોગના સભ્યપદે સૌ પ્રથમ પસંદગી કરવામાં આવેલ છે જે બાબત ધોડિયા સમાજ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ છે.

એસ કે પટેલ (ગુજરાત જાહેર સેવા આયોગના સભ્યશ્રી) દ્વારા પાઠવેલ શુભેચ્છા સંદેશ ::

મારી કારકિર્દી તથા સફળતા માટે ધોડિયા સમાજ તથા સમસ્ત આદિવાસી સમાજની શુભેચ્છાઓ બદલ સમાજનો આભારી અને સમાજ માટે યથાશક્તિ સેવા કરવા પ્રતિબધ્ધ છું

માહિતી સ્રોત :શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઇ 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top