ત્રયમ ફાઉન્ડેશનના ઉપક્રમે તિથલ બીચ ખાતે વુમન વોકેથોન સ્પર્ધા યોજાઈ.

SB KHERGAM
0

 


ત્રયમ ફાઉન્ડેશનના ઉપક્રમે તિથલ બીચ ખાતે વુમન વોકેથોન સ્પર્ધા યોજાઈ.

 ત્રયમ ફાઉન્ડેશનના ઉપક્રમે રવિવારે વલસાડના તિથલ બીચ ખાતે વુમન વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦૦થી વધુ વલસાડ અને આસપાસના વિસ્તારોની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારે ૬.૦૦ કલાકે આયોજિત  વોકેથોનનું પ્રસ્થાન ૯૦ વર્ષના વૃદ્ધત્વ મહિલાના હસ્તે ફલેગ ઓફ આપી કરાવવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રે પણ આ વોકેથોનમાં ભાગ લઈ પ્રતિસ્પર્ધી બન્યા હતા.

ત્રયમ ફાઉન્ડેશન છેલ્લા કેટલાક વર્ષોથી સ્વાસ્થ્ય, પર્યાવરણ અને શિક્ષા બાબતે વિવિધ પ્રવૃતિઓ કરી રહ્યું છે. આજે સવારે ઉપસ્થિત તમામ દોડવીર મહિલાઓને પણ શરૂઆતમાં વોકેથોન થકી મહિલાઓ પોતાના સ્વાસ્થ્યની કઈ રીતે કાળજી રાખી શકે અને કાળજી કેમ રાખવી જોઈએ એની સમજ અપાઈ હતી. 

આ સાથે આ વોકેથોન થકી વલસાડ અને આસપાસના ગામોમાં ઘરમાં નીકળતા સૂકા અને ભીના કચરા બાબતે લેવાની કાળજી અંતર્ગત ચાલતા અભિયાન “મારો કચરો, મારી જવાબદારી' સંદર્ભે ત્રયમ ફાઉન્ડેશના અગ્રણી ડો. ભૈરવી જોશીએ જણાવ્યું કે, મહિલાઓ પોતાના ઘરે પ્લાસ્ટિક કચરો એકત્ર કરે છે. જેને ત્રયમ ફાઉન્ડેશન મહિનામાં એક વખત કલેક્ટ કરે છે. 

આજે વલસાડના ૫૦૦ જેટલા ઘરોમાંથી પ્લાસ્ટિક અને અન્ય કચરો ત્રયમ ફાઉન્ડેશન દ્વારા એકત્ર થાય છે અને જે કચરાને રિસાઇક્લિંગમાં મોકલે છે અને જેનું ખાતર બનાવી ગરીબ ખેડૂતોને વિતરણ કરવામાં આવે છે. જેથી ખેત પેદાશોની ગુણવત્તામાં વધારો કરી ખેડૂતોને મદદરૂપ બની શકાય. નવા વર્ષમાં મહિલાઓ પાસે ડો ભૈરવી જોશીએ દરરોજ ૨૦ મિનીટથી અડધો કલાક પોતાના સ્વાસ્થ્ય માટે ફાળવે અને બજારમાં ખરીદી કરતી વખતે ઓછામાં ઓછા પ્લાસ્ટિકનો વપરાશ થાય એનું ધ્યાન રાખે એવો પ્રણ લેવડાવ્યો હતો. વલસાડ કલેક્ટર શિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે શહેરમાં સારું 

ઈન્ફ્રાસ્ટક્ચર અને સુવિધાઓ આપવાનું કામ સરકારનું છે પણ તેનો અમલ કરવો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સાચવવાની અને શહેરને સાફ અને સુંદર રાખવાની જવાબદારી આપ સૌ નાગરિકોની પણ બને છે. શહેરના નાગરિકોનો સાથ સહકાર મળશે એટલું જ અસરકારક રીતે સરકારી તંત્ર સરળતાથી સેવા આપી શકશે. વોકેથોનમાં વલસાડ અને આજુબાજુ ના વિસ્તારના લગભગ ૧૫૦૦થી વધુ મહિલાઓ ઉત્સાહભેર સાથે જોડાઈ હતી. સવારે ૬:૦૦ કલાકે હેત ફિટનેશ હબ દ્વારા બધી મહિલાઓને પ્રી- વોકેથોન કસરત તરીકે પાવર ગરબાઅને ઝુમ્બા કરાવવામાં આવ્યા હતા. ૯૦ વર્ષના દાદી કે જેમને પણ આ વોકેથોનમાં ભાગ લીધો હતો તેમના હસ્તે ફ્લેગઓફ કરવામાં આવ્યું હતું. વોકેથોનનું તમામ આયોજન પણ મહિલાઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું.

 જેમાં ડો. ભૈરવી જોષી, ખુશ્બુ વૈદ્ય, ચૈતાલી રાજપૂત, વિભા દેસાઈ અને નેહા ખંડેપિયા મુખ્ય હતા. આ વોકેશોનના આયોજનમાં એન.સી.સી સુપ, રોયલ કુસર ગ્રુપ વલસાડ, ઉમિયા સોશિયલ ટ્રસ્ટ, હેત ફિટનેશ હબ, વલસાડ ટ્રાફિક પોલીસ, લોટસ હોસ્પિટલ અને વલસાડ રેસર્સ ગ્રુપે સહકાર આપ્યો હતો.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top