નવસારીના સુપા ખાતે આવેલી ગુરુકુલ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાના કલા મહાકુંભમાં ઝળક્યા.

SB KHERGAM
0

નવસારીના સુપા ખાતે આવેલી ગુરુકુલ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાના કલા મહાકુંભમાં ઝળક્યા.

 રાજય સરકારના રમતગ- મત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસકૃત્તિક પ્રવૃ- તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ- ઓની કચેરી, નવસારી દ્વારા દર વર્ષે યુવા પ્રતિભાને પ્લેટફોર્મ આપવા માટે કલા મહાકુંભ યોજાય છે 

નવસારી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી ખાતે યોજાયો હતો. નવસારીના સુપા ખાતે આવેલી ગુરુકુલ વિદ્યામંદિરના બાળ કલાકારોએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં લોક વાર્તા બ વિભાગમાં ધોરણ ૧૦ નો વિદ્યા- ર્થી સૂર્યવંશી જય દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. 

શાળાનું સ્કુલ બેન્ડે અ વિભાગમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. શાળા સ્કુલ બેન્ડમાં મુખ્ય ભાગીદારી નિહારભટ્ટ અને વિરાજ વેલાણીની રહી હતી. શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યા- ર્થીઓએ પણ સર્જનાત્મક પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ગુરુકુલ સભા સંચાલિત ગુરુકુલ વિદ્યામંદિર સૂપા શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે રમત ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઋષિ પરંપરાથી કાર્યરત શિક્ષણ પ્રણાલીથી સમગ્ર પંથકમાં નામના પ્રાપ્ત કરી રહ્યું છે. 

ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા સૂર્યવંશી જયને તૈયારી કરાવનાર મદદનીશ શિક્ષિકા શ્રીમતી આરતીબેન પંડ્યાને અને સ્કુલ બેન્ડ ની તૈયારી કરનાર અધિષ્ઠાતા પ્રતીક ભાઈને મુખ્યાધિષ્ઠાતા ચંદ્રગુપ્તજી અને સહ મુખ્યાધિષ્ઠાતા સુરેશભાઈ રત્નાણીએ અભિનંદન આપ્યા હતા ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top