Valsad: વલસાડ જિલ્લામાં GPSC વર્ગ-૨નીપરીક્ષાના કેન્દ્રોથી ૧૦૦ મીટર વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો ચલાવવા ઉપર અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ.

SB KHERGAM
0

 

વલસાડ જિલ્લામાં ૧૫ પરીક્ષા કેન્દ્રો ખાતે આગામી તા.૨૧-૦૧-૨૪ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-૨ની પરીક્ષા યોજાશે. 

વલસાડ જિલ્લામાં GPSC વર્ગ-૨નીપરીક્ષાના કેન્દ્રોથી ૧૦૦ મીટર વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો ચલાવવા ઉપર પ્રતિબંધ જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ ઝેરોક્ષ મશીન અને સભા-સરઘસ પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ બહાર પાડ્યું.

જે પરીક્ષાના પરીક્ષાર્થીઓ અસામાજીક તત્વોના ત્રાસ અને ભય વિના શાંતિ અને સલામતી પૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તથા બિલ્ડીંગ કંડક્ટરો પરીક્ષાનું સરળ સંચાલન કરી શકે તેમજ પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ મુજબ મળેલી સત્તાની રૂએ સભા સરઘસના આયોજન કરવા ઉપર તથા તમામ પરીક્ષા કેન્દ્રની હદથી ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને બિન અધિકૃત વ્યક્તિઓ, ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.  

      પરીક્ષાના દિવસે તા.૨૧-૦૧-૨૪ ના રોજ સવારના ૦૯-૦૦થી બપોરે ૦૪-૦૦ વાગ્યા સુધી ગેરકાયદેસર રીતે ૪ (ચાર) કરતા વધુ માણસોની કોઇ સભા ભરવી નહી કે બોલાવવી નહી અથવા સરઘસ કાઢવું નહી.

ઉપરોક્ત પરીક્ષા સ્થળોના ૧૦૦ મીટર ત્રિજયાના વિસ્તારમાં પ્રવેશતા ખાનગી વાહનો તેમજ પરીક્ષાર્થીઓને ગેરરીતિમાં મદદ કરવાના બદ-ઈરાદાથી જતી બહારની અનધિકૃત વ્યક્તિઓએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરવો નહી તેમજ પ્રવેશ કરવાની કોશિશ કરવી નહી. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ-વિક્ષેપ- ધ્યાનભંગ થાય તેવું કોઇ કૃત્ય કરવું નહી. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ ચીજવસ્તુ જેવી કે, ઇલેકટ્રોનીક આઇટમ, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહી કે કરાવવામાં મદદ કરવી નહી. પરીક્ષાખંડમાં વિધાર્થીઓએ મોબાઇલ કે પરીક્ષામાં ચોરી ગણી શકાય તેવા કોઇ પણ પ્રકારના ઇલેકટ્રીક ઉપકરણો લઇ જવા નહીં. પરીક્ષાના દિવસે તા.૨૧-૦૧-૨૪ ના રોજ સવારના ૦૯-૦૦થી બપોરે ૦૪-૦૦ વાગ્યા સુધી ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકાશે નહી. ઓળખપત્ર વિનાની બિન અધિકૃત વ્યકિતઓને પરીક્ષા સ્થળની અંદર પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.

      લગ્નના વરઘોડાને કે સ્મશાન યાત્રાને કે રેલ્વે/એસ.ટી.માં મુસાફરીમાં જનાર બોનાફાઇડ વ્યકિતઓને તેમજ પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ અધિકૃત સરકારી કર્મચારીઓ, અધિકારીશ્રીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મુકાયેલ કર્મચારીઓ તથા અધિકારીઓ, કેન્દ્રના સંવાહકો, સંચાલકો, સ્થળ સંચાલકો, ઝોન પ્રતિનિધિ, ખંડ નિરીક્ષકો, વોટરમેન, બેલમૅન તથા ઓળખપત્ર આપવામાં આવેલ હોય તેવી નિરીક્ષણ ટુકડીઓ સહિતના તમામ અધિકૃત કર્મચારીઓને આ હુકમ લાગુ પડશે નહી.

     આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કર્યે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલાં લેવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top