બોલીવુડમાં પા પા પગલી ભરી પોતાનું નામ જમાવતો ગણદેવીનો સોહમ નાયક.

SB KHERGAM
0

 

બોલીવુડમાં પા પા પગલી ભરી પોતાનું નામ જમાવતો ગણદેવીનો સોહમ નાયક.

નવસારીના નાનકડા ગામ ગંઘોરમાંથી પોતાના સુરથી લોકોને મંત્રમુગ્ધ કરી બોલીવુડમાં પોતાનું નામ કમાનાર સોહમ નાયકે પોતાનું નામ ગુંજતું કર્યું છે. બાળપણથી જ સોહમને સંગીતમાં વધુ રસ હોય માતા આજ્ઞા નાયક અને હિમાંશું નાયકે સાથ-સહકાર આપ્યો અને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ગુરુ જીજ્ઞેશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ 7 વર્ષની ઉંમરે સંગીત શીખવાની શરૂઆત કરી હતી. 2007-08માં રિયાલિટી શો લિટલ સુપર સિંગર-ગુજરાતનો શ્રેષ્ઠ લિટલ અવાજમાં તેઓ વિજેતા થયા હતા.ત્યારબાદ, સંગીત ક્ષેત્રે તેમની સફળતાનો સફર શરૂ થયો.સોહમે સ્ટાર પ્લસ પર અમુલ વોઈસ ઓફ ઈન્ડિયા - મમી કે સુપરસ્ટાર્સમાં પ્રથમ રનર્સઅપ થયા હતા. તેમના સફરની મુખ્ય જીત તરીકે 2017માં હિટ ગીત 'બસ એક બાર'સાથે થઈ હતી. તે પછી, તેમણે રાંજાણા વે,રાઝદાન, જેવા અનેક હિટ ગીત કર્યા. પ્લેબેક સિંગર તરીકે નામના મેળવ્યા બાદ તેમણે કંપોઝીશનની શરૂઆત કરી. આગંતુક,સરોજ કા રિશ્તા, અને એન્ડ-કાઉન્ટર જેવી ફિલ્મોમાં યોગદાન આપ્યું હતું. 

Image courtesy: soham nayak Instragram 

સોહમે સુનિધિ ચૌહાણ, સોનુ નિગમ અને જીત ગાંગુલી સાથે કામ પણ કર્યું છે. અત્યારે તેઓતથાસ્તુ અને ફાટી ને જેવી ફિલ્મો સહિત આગમી પ્રોજેક્ટ્સની તૈયારી કરી રહ્યા છે.સોહમ નાયકનો સંગીત ક્ષેત્રમાં સફર પ્રતિભાશાળી રહ્યો છે.સોહમને સૌ પ્રથમ 2020માં બદનામફિલ્મથી બોલીવુડમાં બ્રેક મળ્યો. તેણેગુજરાતી, બંગાળી, હરિયાણવી અને હિન્દીભાષામાં પણ ગીત ગાયા છે. સોહમે ગુજરાતી ફિલ્મમાં પ્રથમ વખત ધુનકીમાં નવુ આ સપનું ગીત ગાયું હતું. ફિલ્મોની સાથે તેણે વેબસિરીઝ તથા સિરીયલમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. 

Video courtesy: soham nayak Instragram 

નવસારીમાં 20મીએ સોહમ નાયકનો શો નવસારીમા "કલામંચ"ના બેનર હેઠળ તારીખ 20જાન્યુઆરી 2024ના રોજ ટાટાહોલ ખાતે "સોહમ નાયકલાઇવ કોન્સર્ટ"નું આયોજનકરવામાં આવ્યુ છે, જેમાં હિન્દી તેમજ ગુજરાતી સુમધુર ગીતોનો રસાસ્વાદ માણવા મળશે.

Post courtesy: divyabhaskar 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top