ચીખલી રાનકુવા શાળાની ‘ચૂંટણી મતદાન જાગૃતિ’ કૃતિ રાજ્યકક્ષા માટે પસંદગી.

SB KHERGAM
0

ચીખલી રાનકુવા શાળાની ‘ચૂંટણી મતદાન જાગૃતિ’  કૃતિ રાજ્યકક્ષા માટે પસંદગી.

આગામી લોકસભાની ચૂંટણી અગાઉ ચૂંટણી પંચ દ્વારા યુવા મતદાર મહોત્સવ યોજવામાં આવે છે. યુવા મતદાર મહોત્સવમાં પ્રથમ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જુદા જુદા વિભાગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેના માધ્યમથી વધુમાં વધુ મતદાન માટે લોકો જાગૃત થાય એ આશય રહેલો છે.

નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શનમાં નવસારીમાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં રાનકુવા બીએલ પટેલ સાર્વ વિદ્યામંદિરની ત્રણ જેટલી કૃતિઓ પસંદ થઈ હતી. જિલ્લા કક્ષાએ રજૂ કરેલી ત્રણ કૃતિ પૈકી આચાર્ય સંજયસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ વિડીયો વિભાગમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો. આ સ્પર્ધા મધ્યસ્થ હાઇસ્કુલ ખાતે યોજાઈ હતી. જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમની કૃતિઓએ ભાગ લીધો હતો. શાળાના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા યાજ્ઞિક મયંક અનેપટેલ નીલ દ્વારા ચૂંટણી જાગૃતિ માટેનો વિડીયો રજૂ કર્યો હતો.

આ પ્રથમ નંબરની કૃતિને ડેપ્યુટી વર્ય કાબેન ઇલેક્શન ઓફિસર પ્રિયંકાબેન અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નવીન પટેલ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક રોહનભાઈ તથા નવસારી તાલુકા મામલતદાર ગૌતમભાઈના હસ્તે પ્રમાણપત્રો અને રોકડ પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યા હતા. દસ વર્ષથી રાનકુવા હાઈસ્કુલ મતદાર જાગૃતિમાં રાજ્યકક્ષાએ વિજેતા બને છે. મંડળના પ્રમુખ ઠાકોર કાકા મંત્રી જશુભાઈ, ટ્રસ્ટી મંડળના સભ્યો અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અભિનંદન.


 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top