જૂનાગઢ ખાતે ૫૧મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન રાજ્ય કક્ષાના માનનીય મંત્રીશ્રી પ્રફુલ પાનસુરીયાના હસ્તે ઉદ્ઘાટન.

SB KHERGAM
0


જૂનાગઢ ખાતે ૫૧મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન રાજ્ય કક્ષાના માનનીય મંત્રીશ્રી પ્રફુલ પાનસુરીયાના હસ્તે ઉદ્ઘાટન.

જૂનાગઢના ચાપરડા ખાતે આવેલશ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે  રાજ્ય કક્ષાના માનનીય મંત્રીશ્રી પ્રફુલ પાનસુરીયાના હસ્તે 51મુ રાજ્ય કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું તથા શૈક્ષણિક રમકડા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

રાજ્ય કક્ષાના 51માં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો જૂનાગઢ જીલ્લો પ્રથમ વખત યજમાન બન્યો છે. ત્યારે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રાજ્યભરમાંથી આવનાર વિદ્યાર્થીઓ દ્વારા 100 જેટલી પોતાની વૈજ્ઞાનિક કૃતિ રજૂ કરવામાં આવી. આ સાથે શૈક્ષણિક વિકાસ માટે ઉપયોગી એવા રમકડા મેળા અને પુસ્તક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રીશ્રી પ્રફુલ પાનસુરીયા કહ્યું હતું કે, "આજના બાળ વૈજ્ઞાનિકો આવતીકાલના  વિશ્વના મહાન વૈજ્ઞાનિકો છે. વર્ષ 2047 સુધીમાં ભારત દેશને વિકસિત દેશ બનાવવા આપણે સંકલ્પબદ્ધ છીએ. આ સંકલ્પને સાર્થક કરવા વૈજ્ઞાનિકોનુ ખૂબ જ મહત્વનું પ્રદાન રહેશે."

પ્રદર્શન નિહાળવાનો સમય તા. 7ના રોજ સવારે 9થી બપોરના 1, તા.8ના રોજ સવારેના 8.30થી સાંજના 5 અને તા. 9ના રોજ સવારના 8.30થી બપોરના 12ના સુધી રાખવામાં આવ્યો છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top