વાપી નગરપાલિકા ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩માં પ્રથમ.

SB KHERGAM
0

 વાપી નગરપાલિકા ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩માં પ્રથમ.

વાપી પાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં વસ્તીના આધારે માર્કસ આપવામાં આવ્યાં છે. જેમાં વાપી પાલિકાને સર્વિસ લેવલ પ્રોગ્રેસમાં કુલ 4830માંથી 3177.40 માર્કસ મળ્યાં છે. જેમાં સ્ટેટ અવરેજ 1644,54 અને નેશનલ એવરેજ 1918.25 છે. જયારે સર્ટિફિકેટના 2500માંથી 725 માકર્સ મળ્યાં છે. જેમાં સ્ટેટ અવરેજ 586.82 અને નેશનલ એવરેજ 525.71 છે. જયારે સિટીઝન વોઈસના કુલ 2170 માર્કસ માંથી 1586.20 મળ્યાં છે. જેમાં સ્ટેટ એવરેજ 958.26 અને નેશનલ એવરેજ 1122.78 છે.


સ્વચ્છતા સર્વેક્ષણ 2023 ના પરિણામો આજે જાહેર થયા છે જેમાં રાજ્યની 156 નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ પૈકીની એ થી સી કેટેગરીની નગરપાલિકાઓમાં આવતી 156 જેટલી પાલિકાઓમાં સ્વચ્છતા અંગે ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓમાં વાપી નગરપાલિકાએ પ્રથમ ક્રમાંક તેમજ ગાર્બેજ ફ્રી સીટીમાં સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે પારડી 10 મા ક્રમે, ધરમપુર 12 મા ક્રમે, ઉમરગામ 16 મો ક્રમ અને વલસાડ 21 મા ક્રમે આવી સિદ્ધિ હાંસલ કરી છે. જે અંગે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ તથા મુખ્ય કર્મચારીઓ દ્વારા સફાઈ કામદારોને પણ આ ક્રમાંક  મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા.

Post courtesy: apnu vapi fb

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top