સાબરકાંઠા ઇડરના કલ્યાણપુરની દિકરી માત્ર 25 વર્ષની વયે બની DYSP.

SB KHERGAM
0

 


સાબરકાંઠા ઇડરના કલ્યાણપુરની દિકરી માત્ર 25 વર્ષની વયે બની DYSP.

પ્રબળ આત્મશક્તિ અભ્યાસ ધગસ અને અથાગ મનોબળ થી સાબરકાંઠા ના એક નાનકડા ગામની મનિષા બેન દેસાઈએ 25 વર્ષની ઉંમરે ડીએસપી બનવાનું સ્વપ્ન સાકાર કર્યું છે મનીષા બેન દેસાઈએ આ સપના ને સાકાર કરવા ખુબ મહેનત કરી હતી પોતાની 22 વર્ષની ઉંમરે સિવિલ એન્જિનિયરીગ.

પુરુ કરી જીપીએસસી ની તૈયારીઓ શરુ કરી સાલ 2018 માં તેમણે તાલુકા વિકાસ અધિકારી ની પરીક્ષા પાસ કરી ત્યારબાદ સતત જીપીએસ ની તૈયારી સાથે પોલીસ ઇન્સ્પેક્ટરને પરીક્ષા પાસ કરી હજુ પણ તેમના જીવનમાં સંઘર્ષ બાકી હતા તેમને હાર ના માની નિરંતર તૈયારીઓ ચાલુ રાખી અથાગ મહેનત અનેનિરંતર પ્રયત્ન મજબૂત મનોબળ સાથે 25 વર્ષે તેમને ડીવાયએસપી બનીને પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું મનીષાબેન દેસાઈના પિતા બળદેવભાઈ દેસાઈ પણ પોલીસમાં કોન્સ્ટેબલ હતા તેઓ આજે પોલીસ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર પહોંચી ગયા છે પોતાની દીકરીની આ સફળતા જોઈને તેઓની.

છાતી ગદગદ ફુલાઈ ગઈ છે તેમને જણાવ્યું હતું કે મનીષા નાનપણથી મારી વર્દી પહેરીને ફરતી હતી અને કહેતી હતી પપ્પા હું પણ તમારી જેમ પોલીસ ઇન્સ્પેક્ટર બનીશ નાનપણથી જ પોલીસ બનવાના સપના સાથે ઉછરેલી આ દીકરી મનીષાબેન દેસાઈએ સમગ્ર ગુજરાતમાં પોતાનું નામ ગુંજતું કરી દીધું છે.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top