ધરમપુરની ખડકી પ્રાથમિક શાળા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં પ્રથમ ક્રમે.

SB KHERGAM
0

 


ધરમપુરની ખડકી પ્રાથમિક શાળા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં પ્રથમ ક્રમે.

માનવીના જીવનની વિકાસ ગાથા ગાતું અને સમાજનું અસ્તિત્વ ધરાવતું વાસ્તવિક ચિત્ર એટલે સંસ્કૃતિ. સમાજ ને એક તાંતણે બાંધી રાખતી આ સંસ્કૃતિ જ છે. આપણા ઇતિહાસમાં ભારતની અનેક સંસ્કૃતિ જોવા મળે છે, જેવી કે આર્ય સંસ્કૃતિ, દ્રવિડ સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ, બૌદ્ધ સંસ્કૃતિ, હડપ્પા સંસ્કૃતિ, સિંધુ ખીણ સંસ્કૃતિ, મોહે- જો દડો ની સંસ્કૃતિ વગેરે. ભારતીય સંસ્કૃતિમાં કલા, કૌશલ્ય, ઉદ્યોગો, વિજ્ઞાન અને ખેતી એ ભારતને વારસામાં મળેલ છે.બાળકના સંર્વાગી વિકાસ માટે શિક્ષણમાં કલા શિક્ષણ અતી મહત્વનું છે. સંગીત-ચિત્ર-રમતગમત કે તેના જેવી વિવિધ આનુસાંગીક પ્રવૃત્તિને આપણે કલા શિક્ષણ કહીએ છીએ પણ ના….કલાનું વિશાળ વિશ્વ છે, બાળક જેટલું પી શકે તેટલો તેનો સંર્વાગી વિકાસ થાય છે. કલા શબ્દ એટલો વિશાળ છે કે તેની વ્યાખ્યા કરવી શક્ય જ નથી.


      લાઇફ સ્કિલનું શિક્ષણમાં બહુ જ મહત્વ છે. છાત્રોમાં વિવિધ સ્કિલ ડેવલપ ધીમે ધીમે વિકસે છે અને હસ્તગત કર્યા બાદ તેનામાં પરિવર્તન જોવા મળે છે, વિકાસ થાય છે. કલા શિક્ષણ તમારી બધી કલ્પનાઓ કામે લાગતા મગજનો વિકાસ થાય છે.

    આજ રોજ ખડકી પ્રાથમિક શાળા ધરમપુર ના વિધાર્થી ને તાલુકા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધામાં લઇ જવામાં આવ્યા તેમાં શાળા માંથી રાસ અને મરાઠી નૃત્ય ગોંધડ કરવામાં આવ્યું જેમાં પ્રથમ ક્રમ આવ્યો હતો. આ બંને કૃતિ તૈયાર કરવામાં જામલિયાના રાજુભાઈ અને ખડકી શાળાના ભૂતપૂર્વ વિધાર્થી સુનિલભાઈ ખુબજ મહેનત કરી તેઓ કલા કૌશલ્ય સંસ્કૃતિ અને વિકાસ માટે કામ કરી રહ્યા છે અલગ અલગ શાળા કોલેજ માં જઈ વિધાર્થીને કલા અને સંસ્કૃતિ માટે જાગ્રત કરે છે સાથે એમને  થોડા દિવસની તાલીમ પણ આપે છે શાળામાં વિધાર્થી ને કલા શીખવવા એમનો  સંપર્ક કરી શકાય...





પોસ્ટ ક્રેડિટ : મયુર પટેલ ખડકી પ્રાથમિક શાળા 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top