આદિવાસી અનાથ દીકરીનાં તારણહાર બન્યા મંત્રી પ્રફુલ પાનસેરિયા.

SB KHERGAM
0

 

આદિવાસી અનાથ દીકરીનાં તારણહાર બન્યા મંત્રી પ્રફુલ પાનસેરિયા.

કામરેજ તાલુકાના લાડવી ગામે મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા દત્તક લેવામાં આવેલા બન્ને અનાથ દીકરીઓના ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને બન્ને દીકરીઓને હોસ્ટલ અને શાળામાં મૂકવા જાતે મંત્રી પ્રફુલ પાનસેરિયા રવાના થયા હતા. અનાથ દીકરીઓને જતાં જોઈ લોકોની આંખો હર્ષની લાગણીઓથી છલકાઈ ગઇ હતી.

સુરતના કામરેજ તાલુકાના લાડવી ગામે હળપતિ ફળિયામાં રહેતી ૮ વર્ષિય સંજના રાઠોડ અને ૬ વર્ષિય વંશિકા રાઠોડ નામની બે સગી બહેનોના પિતા એક મહિના પહેલા મોતને ભેટયા હતા. તેઓની માતા પણ એક વર્ષ પહેલા દીકરીઓને છોડી ચાલી ગઈ હતી. બન્ને દીકરીઓ પોતાના વૃદ્ધ દાદા જોડે તૂટેલા ફૂટેલા વાંસના ઝૂપડામાં રહી રહેતી હતી. ત્યારે દીકરીઓની પરિસ્થિતિ ગામના ઉપસરપંચ લાલુ દેસાઈના ધ્યાને આવતા તેઓને તુરંત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાને જાણ કરતા મંત્રીએ બન્ને દીકરીઓને તમામ મદદ કરવાની બાંહેધરી આપી હતી. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તુરંત બન્ને અનાથ દીકરીઓના ઘરની મુલાકાત કરી હતી અને તેઓની પરિસ્થિતિ જોઈ મંત્રી દુ:ખ વ્યક્ત કરી કર્યું હતું અને તેઓને પાકુ ઘર, અભ્યાસ તેમજ તેઓના તમામ સપનાઓ પૂરા કરવાની જવાબદારી મંત્રીએ ઉપાડવાની જાહેરાત કરી હતી. તેમજ બન્ને દીકરીઓના બેંક ખાતામાં સવા પાંચ લાખની એફ.ડી. કરી સમાજ માટે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. ત્યારે આજરોજ બન્ને દીકરીઓના ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને દીકરીઓને હોસ્ટેલ અને શાળામાં મુકવા મંત્રી જાતે તેઓના પહોંચ્યા હતા. અનાથ દીકરીઓને ઘરે જતાં જોઈ હાજર સૌ કોઈની આંખો હર્ષની લાગણીઓથી છલકાઈ ગઇ હતી. તેમજ બન્ને દીકરીઓને રવાના કરવા આખું ગામ ઉમટી પડયું હતું.

બન્ને દીકરીઓને માતા છોડી ગઈ અને પિતાનું મોત થતાં વૃધ્ધ દાદા સાથે રહેછે, મંત્રીએ બન્નેના ખાતામાં પ.રપ લાખની એફ.ડી. કરાવી.











Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top