નવસારી જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવવાના નિર્ધાર સાથે ચીખલી ખાતેથી સ્વચ્છતા ઝુંબેશનો શુભારંભ.

SB KHERGAM
0

 

  નવસારી જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવવાના નિર્ધાર સાથે ચીખલી ખાતેથી સ્વચ્છતા ઝુંબેશનો શુભારંભ.

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાઈ રહ્યા હોય જે અન્વયે નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલે ચીખલી ખાતેથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો હતો.

આ પ્રસંગે નવસારી સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાનમાં તમામ ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવી નવસારી જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવવાનો છે. જિલ્લાના તમામ લોકોને સ્વચ્છતામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં સફાઇ અભિયાનમાં ઉપયોગમાં આવનાર વાહનો જેસીબી, ટ્રક, ટ્રેકટર તેમજ ટેમ્પાને લીલીઝંડી બતાવી સાંસદ સી.આર.પાટીલ તેમજ મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇ, ચીખલી ધારાસભ્ય નરેશભાઇ પટેલ, નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, વાંસદા પ્રાયોજના વહીવટદાર સુરેશ આનન્દુ, પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયાં હતાં.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top