ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ અને પોલીસ લોકદરબાર યોજાયો.

SB KHERGAM
0

ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ અને પોલીસ  લોકદરબાર યોજાયો.

ધરમપુરમાં ત્રણ પોલીસ સ્ટેશન માટે લોકદરબાર યોજાયો.

તા.20/12/2023 ના દીને ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે ધરમપુર પ્રાંત અધિકારી સાહેબશ્રી, DYSP સાહેબશ્રી એ.કે.વર્મા,ધરમપુર મામલતદારશ્રી વસાવા સાહેબ, CPI શ્રી સૂરજ વસાવા સાહેબની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મિટિંગનું ધરમપુર PSI સાહેબશ્રી પ્રજાપતિ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રાંત અધિકારીશ્રીએ દરેક તહેવારમાં કોમી એકતા જળવાઈ રહે અને બીજી અનેક મહત્વની બાબતો અંગે સમજણ આપી હતી. DYSP શ્રીએ પોલીસની કામગીરી અંગે અને ખાસ કરીને નાતાલ કે અન્ય તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને પોલીસ પ્રજાની મિત્ર છે તેઓ જાહેરમાં રજુઆત ન કરી શકતા હોય તો રૂબરૂ મુલાકાત કરીને રજુઆત કરવાની વાત કરી હતી


જ્યાં મારા દ્વારા ધરમપુર થી અન્ય જગ્યાએ રોજગારી માટે જતા લોકો ને લાઇસન્સ ન હોવાને કારણે દંડ આપવામાં આવતો હોય છે પરંતુ RTO ને સાથે રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં લાઇસન્સ બાબતે કેમ્પ કરવામાં આવે તો ઘણા અમારા આદિવાસીઓ ને લાભ માળી શકે,અને ધરમપુર ખાતે બાયપાસ ખાતે  રોડ પર જે રાત્રી દરમ્યાન કચરો ફેંકવામાં આવે છે એમને દંડ કરવો જોઈએ,અને ધરમપુરના જંગલ વિસ્તારમાં ગામોમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટી નીકળ્યો હોય જેના કારણે  ગરીબ આદિવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા અંગેની રજુઆત કરવામાં આવી હતી.

જ્યાં નાનાપોઢા PSI શ્રી N C સગર સાહેબ, કપરાડા PSIશ્રી, અને મોટી સંખ્યામાં ધરમપુર કપરાડા અને નાનાપોંઢા વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top