વલસાડ છીપવાડના યુવાન મિતેશ ભંડારીને રક્તદાનની સદી પૂર્ણ કરતા સમ્માનિત કરાયા.

SB KHERGAM
0

 


વલસાડ છીપવાડના યુવાન મિતેશ ભંડારીને રક્તદાનની સદી પૂર્ણ કરતા સમ્માનિત કરાયા.

રક્તદાનને મહાદાન એટલા માટે જ કહેવાય છે કે આ દાન થકી અન્યોને નવું જીવન મળે છે. ત્યારે વલસાડના છીપવાડ વાવડી વિસ્તારના સેવાભાવી યુવાન મિતેશ હર્ષદ ભંડારી (મોન્ટુ) રક્તદાનને જીવન મંત્ર બનાવી ૧૦ ડિસેબરે પોતાની જીવન સંગીની દિપ્તી ભંડારીના જન્મદિવસે ૧૦૦મી વખત રક્તદાન કરી પત્નીના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. વલસાડ રક્તદાન કેન્દ્રના ૧૪માં શતક રક્તદાતા બનવાનું શ્રેય મેળવી પરિવારને ગૌરવવંત કર્યું છે.


વલસાડના મિતેશ ભંડારી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વર્ષ ૨૦૦૪માં ૧૯ વર્ષની વયે સૌ પ્રથમ વખત રકતદાન કરી છેલ્લા ૧૯ વર્ષોમાં સમયાંતરે રક્તદાન કરી શતક રક્તદાતા બન્યા છે. સાથો સાથ માત્ર ૩૮ વર્ષની વયે રક્તદાનની સેન્ચુરી પૂર્ણ કરનાર સૌથી યુવાન સેન્ચુરિયન ડોનર પણ બન્યા છે. તેમના ૧૦૦માં રકતદાન પ્રસંગે વલસાડ રકતદાન કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડૉ. યઝદી ઇટાલિયા તથા ડૉ. વિશાલ મહેતા દ્વારા મિતેશ ભંડારીને શાલ ઓઢાડી તથા મોમેન્ટો અર્પણ કરી એમની સેવાને બિરદાવવામાં આવી હતી. નાની છીપવાડ યુવક મંડળ તરફથી ભીખુ ભાવસાર દ્વારા પણ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ. 

આ પ્રસંગેરક્તદાન કેન્દ્રના મેડિકલ ડાયરેક્ટર ડૉ. કમલ પટેલ, મેડિકલ સોશિયલ વર્કર ડૉ. અભિષેક મિસ્ત્રી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પ્રિતી મિસ્ત્રી, ઉમીયા સોશિયલ ટ્રસ્ટ વલસાડના કેપ્ટન અશોક પટેલ, છીપવાડ દાણાબજાર વેપારી એસોસિએશનના પ્રમુખ સમીર મપારા, શતકવીર રકતદાતાઓ સુનિલ પટેલ, મનોજ કાપડીયા તથા બહોળા મિત્ર વર્ગે હાજર રહી પુષ્પગુચ્છ અર્પણ કરી એમની વિરલ સિધ્ધીને બિરદાવી હતી. મિતેશ આજ દિન સુધી નિયમિત રક્તદાન અને સિંગલ ડોનર પ્લેટલેટ ડોનેશન કરી લોકોને ઉપયોગી બન્યા છે. 

વલસાડ રકતદાન કેન્દ્રના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને શતક રક્તદાતા ભાવેશએ ૧૩૧ વખત અને શતક રક્તદાતા ભીખુ ભાવસારે ૧૨૦ મું રકતદાન કરી પોતાની લાગણી અભિવ્યક્ત કરી હતી. રક્તદાનને પોતાના જીવનમંત્ર બનાવનારા મિતશ ભંડારીએ પત્નીનાં જન્મદિવસને યાદગાર બનાવવા ૧૦૦મું રક્તદાન કર્યુ.

Image source: valsad vasi (fb)

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top