ભારતીય મહિલા ક્રિકેટરોએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે પહેલી ટેસ્ટમાં કચડી નાખ્યું.

SB KHERGAM
0

 

ભારતીય મહિલા ક્રિકેટરોએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે પહેલી ટેસ્ટમાં કચડી નાખ્યું.

મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતની મહિલા ક્રિકેટરોએ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ પર એકમાત્ર ટેસ્ટ મેચમાં 8 વિકેટથી વિજય પ્રાપ્ત કર્યો છે. મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતે આ પહેલી જ વાર ઓસ્ટ્રેલિયા પર ટેસ્ટ વિજય મેળવ્યો છે. મેચના આજે ચોથા અને આખરી દિવસે ભારતીય મહિલાઓને મેચ જીતવા માટે બીજા દાવમાં 75 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમને હતો. રવિવારે મેચનાં અંતિમ દિવસે ભારતે જીત માટે બીજા દાવમાં 75 રન કરવાના આવ્યા હતા.

ટીમે શેફાલી વર્મા (4) અને રીચા ઘોષ (13)ની વિકેટ ગુમાવીને 75 રન કરીને મેચ જીતી લીધી હતી. સ્મૃતિ મંધાના 38 અને જેમિમા રોડ્રિગ્ઝ 12 રન કરીને નોટઆઉટ રહી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલાં દાવમાં 219 અને બીજા દાવમાં 261 રનમાં ઓલઆઉટ થઈ હતી.

ભારતીય મહિલાઓએ પહેલા દાવમાં 406 રન કર્યા, જેમાં દીપ્તિ શર્માએ 78 અને રીચા ઘોષે 52 રન કર્યા હતા. ભારતની ઓફ્ફ સ્પિનર સ્નેહ

રાણાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. એણે પહેલા દાવમાં 3 અને બીજા દાવમાં 4 વિકેટ લીધી હતી. ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે, અમે સહુએ વર્ષોથી કરેલી આકરી મહેનતનું અમને આ ફળ મળ્યું છે. હરમનપ્રીતે આ જીતનો શ્રેય સપોર્ટ સ્ટાફ, બોલિંગ કોચ અને બેટિંગ કોચને આપ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલીસા હિલીએ કહ્યું કે, મેચના પહેલા ખરાબ દિવસને બાદ કરતાં અમે અમારી ભારતીય હરીફો સામે ત્રણ દિવસ સારું રમ્યાં હતાં. મુંબઈમાં આવીને ટેસ્ટ ક્રિકેટ રમવાનો અમને રોમાંચક અનુભવ પ્રાપ્ત થયો છે. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top