આંગણવાડી વર્કર બહેને કઠોર પરિશ્રમથી દીકરાને IAS બનાવ્યો.

SB KHERGAM
0

 

આંગણવાડી વર્કર બહેને કઠોર પરિશ્રમથી દીકરાને IAS બનાવ્યો.

વેજલપુરમાં આવેલી બકેરી સિટીમાં રહેતા ભારતીબહેન કોરડીયા કહે છે હું વયમર્યાદાથી નિવૃત્ત થઇ છું પણ સેવાકીય કાર્ય મારો જીવન સિદ્ધાંત છે.

મા તે મા બીજા બધા વન વગડાના વા' એ “ એ કહેવતને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે વેજલપુરમાં આવેલી બકેરી સિટીમાં રહેતા ભારતીબહેન કોરડીયાએ. ભારતીબહેને આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવી. તેઓએ તેમના બન્ને સંતાનોને અથાગ મહેનતથી અભ્યાસ કરાવીને એક દીકરાને આઇએએસ અને બીજાને આઇટી એન્જિનિયર બનાવ્યો છે.

ભારતીબહેને કહ્યું કે, મારા પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી પણ અથાગ મહેનતથી અમે સુખમય જીવન જીવી રહ્યા હતા. મારા પતિને કેન્સર થતા તેઓનું મૃત્યુ થયું અને અમારી સ્થિતિ વિકટ બની. મારા પતિનું અવસાન થયું ત્યારે દીકરો પિંકેશ ૧૭ અને પ્રતિક ૧૨ વર્ષનો હતો. 

પરિવારનું ભરણપોષણ કરવા માટે સરખેજમાં આવેલી મોબાઇલ વાન આંગણવાડીમાં વર્કર તરીકે જોડાઇ હતી. આ સમયે મારો પગાર વધુ ન હતો જેથી હું ઘરે આવીને સિલાઇ કામ કરતી હતી. છેલ્લાં ૨૦ વર્ષ સુધી આંગણવાડીમાં વર્કર તરીકે કામ કર્યું છે. 

મારો દીકરો પિંકેશ એલ.ડી.કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી અભ્યાસ કરીને પોતાની સ્ટાર્ટઅપ કંપની શરૂ કરી ત્યાર પછી તેને સન્માનપૂર્વક જોબ કરવાની ઇચ્છા થતા તે યુપીએસસસીની તૈયારી કરવા લાગ્યો. 

સખત મહેનતથી તેણે યુપીએસસી પાસ કરી હાલમાં તે દિલ્હી મિનિસ્ટ્રી ઓફ કોમર્સમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે તેમજ તેની પત્ની માધુરી શાહ સચિવાલયમાં સેવા આપી રહ્યા છે. બીજા દીકરો આઇટી એન્જિનિયર થઇને સારી જોબ કરી રહ્યો છે. આંગણવાડીમાં વર્કર તરીકે સેવા આપવાથી મારા પરિવારની સ્થિતિ સારી બની છે તેમ છતાં આંગણવાડીના બાળકો સાથે રહેવું મને ગમે છે. 

હું વયમર્યાદાથી નિવૃત્ત થઇ છું પણ સેવાકીય કાર્ય મારો જીવન સિદ્ધાંત છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી થતા આંગણવાડીમાંથી આવતા પગારમાંથી મોટાભાગની રકમ જરૂરતમંદ બાળકો પાછળ ખર્ચ કરું છું.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top