આજે ધર્મ સંસ્થાનની જગ્યાએ વર્તમાન સમયમાં લાઈબ્રેરીનું કેટલું મહત્વ છે. તેનો તાજો પુરાવો.

SB KHERGAM
0

  

આજે ધર્મ સંસ્થાનની જગ્યાએ વર્તમાન સમયમાં લાઈબ્રેરીનું કેટલું મહત્વ છે. તેનો તાજો પુરાવો. 

વાત છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ નાનકડું પાવડી ગામ. પાવડી ગામ ૬ હજારની વસ્તી ધરાવે છે.

     ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વ ભાગમાં આવેલા દાહોદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા ઝાલોદ તાલુકાનું ગામ છે. પાવડી (ઇનામી) ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે.ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે.

 આ ગામનાં પુર્વ સરપંચ દ્વારા ગામના યુવક યુવતીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે ગ્રામ પંચાયતની ઉપર એક લાઈબ્રેરી (ગ્રંથાલય)  બનાવી હતી.

જે લાઈબ્રેરીનો સદ્ઉપયોગ કરી પાવડી ગામના 20 જેટલા યુવક યુવતીઓ આજે ગુજરાત સરકારમાં કલાસ વન ઓફિસર, વર્ગ-2, વર્ગ-3 જેવા સરકારી ઉચ્ચ હોદ્દા ઉપર નિયુક્ત છે. આ તો હજુ શરૂઆતનો સમય છે.હવે પછીના યુવક યુવતીઓ આ લાઇબ્રેરીનો ઉપયોગ કરી વધુ નોકરીઓ મેળવશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

સરકારી નોકરી મેળવનાર આ તમામ યુવક-યુવતીઓનો ગામમાં સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. 

પાવડીમાં પુર્વ સરપંચ અને ગામના યુવાઓના સહયોગથી 2017માં ગ્રામપંચાયતમાં નવીન લાઈબ્રેરી (ગ્રંથાલય)બનાવવાની શરૂઆત કરાઈ હતી.

વર્ષ 2020માં લાઈબ્રેરીનો શુભારંભ કરવામા આવ્યો હતો. જેમા શરૂઆતમાં 350 જેટલા પુસ્તકો ગ્રામજનો અને યુવાઓના સહયોગથી લાવવામા આવ્યા હતાં. લાઈબ્રેરીમાં જીપીએસસી, યુપીએસસી, સહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓના અનેક પુસ્તકો રાખવામા આવ્યા છે.

આજે એ લાઇબ્રેરી સીસીટીવી કેમેરા અને wifi જેવી  અદ્યતન સુવિધાથી સજ્જ છે.

આજે એ વાતની ખુશી છે કે આજની યુવા પેઢીમાં જે યુવક યુવતીઓ ગરીબી કે આર્થિક સંકડામણને કારણે મોંઘાંડાટ પુસ્તકો ન લઈ શકવાને કારણે લાઇબ્રેરીના પુસ્તકો દ્વારા આજે ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે. તેઓ લાઇબ્રેરીનું કેટલું મહત્વ છે તે સમજ્યા છે. જેમના દ્વારા આજે લાઇબ્રેરી બનાવવી કે લાઇબ્રેરીમાં પુસ્તકો ભેટમાં આવી રહ્યા છે. જે આજના સમયની માંગ છે. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top