બાળકોને ગણિત શીખવાડનાર હવે ભારતીય ક્રિકેટરોને ફિલ્ડિંગના દાખલા શીખવાડે છે

SB KHERGAM
0

 

Image credit: BCCI Twitter 

બાળકોને ગણિત શીખવાડનાર, હવે ભારતીય ક્રિકેટરોને ફિલ્ડિંગના દાખલા શીખવાડે છે.

ભારતીય ક્રિકેટ વર્લ્ડકપ 2023માં બેટીંગ અને બોલિંગની સાથે જ તેની ફિલ્ડિંગનો પણ દબદબો છે. મેદાન પર આંખના પલકારામાં એવા ઘણા આશ્ચર્યજનક કેચ લેવામાં આવ્યા હતા, જેની કોઈએ અપેક્ષા પણ નહોતી કરી. 

દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક છે કે છેલ્લા 2-3 મહિનામાં એવું શું થયું કે ભારતીય ટીમ ફિલ્ડિંગમાં સુપરમેન બની ગઈ છે. 

ખરેખર, આની પાછળ એક શાળાના શિક્ષકનો હાથ છે. હા, વિશ્વાસ કરો, ભારતના ફિલ્ડિંગ કોચ ટી દિલીપ એક સમયે શાળામાં ગણિતના શિક્ષક હતા. 

ડ્રેસિંગ રૂમના અદ્દભૂત વાતાવરણ વચ્ચે એક હસતો ચહેરો દેખાય છે અને તે છે  ટી. દિલીપ મોટો સ્ટાર નથી, પણ વર્લ્ડકપમાં ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યો છે.

ભારતીય ટીમમાં કોચ બનવા માટે પહેલો સવાલ પૂછવામાં આવ્યો હતો કે ‘તમે કેટલું ક્રિકેટ રમ્યા છો?' પરંતુ હવે વર્તમાન કોચ આ પ્રકારની ધારણાને બદલી રહ્યા છે. 

હૈદરાબાદના માજી ડાબોડી સ્પીનર આર શ્રીધર ભારતીય ટીમના માજી મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની આગેવાની હેઠળના કોચિંગ સ્ટાફનો ભાગ હતા અને આ ધારણાને બદલનાર તે સૌથી પહેલા હતા. 

પરંતુ તે સમયે વર્તમાન ભારતીય ફિલ્ડિંગ કોચ ટી દિલીપે આ ખ્યાલને સમર્થન આપ્યું હતું કે કોચ તરીકે સન્માન મેળવવા માટે તમારે મોટા સ્ટાર બનવાની જરૂર નથી.

ભારતીય ટીમના ફિલ્ડીંગ કોચ ટી દિલીપ એક સમયે શાળામાં ગણિતના શિક્ષક હતા, પરિવારે તેમની ક્રિકેટ મહત્વાકાંક્ષાઓને ક્યારેય સમર્થન ન આપવાના કારણે તેમણે પોતાના કોચિંગનું ફંડ ભેગુ કરવા માટે બાળકોને ગણિતનું ટ્યુશન આપવાનું શરૂ કર્યુ હતુ, દિલીપે ડેક્કન ચાર્જર્સના મુખ્ય ફિલ્ડિંગ કોચ રહેલા બેઝબોલ કોચ માઈક યંગના સહાયક તરીકે કામ કર્યું હતું.

આ રીતે, ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ બદલાઈ ગઈ.

વાસ્તવમાં, તમારે ફર્સ્ટ ક્લાસ પ્લેયર બનવાની પણ જરૂર નથી કારણ કે મહત્વનું એ છે કે તમે ખેલાડીઓને કેટલું સારું પ્રદર્શન કરાવી શકો છો. ડ્રેસિંગ રૂમમાં પોતાના ભાષણોથી સૌને મંત્રમુગ્ધ કરનાર દિલીપ કદાચ આનું શ્રેષ્ઠ ઉદાહરણ તેનો સ્ટેટ ક્રિકેટ એડમીના જુનિયર વય જૂથ કાર્યક્રમના કોચ તરીકે કામ કરતા હતા અને આઈપીએલ ટીમ ડેક્કન રાઈસમાં પણ તેમણે સહાયક કોચ તરીકે કામ કર્યું હતું.

એક સમયે ગણિત શીખવતા દિલીપ કોચ બન્યા તેની રસપ્રદ કથા છે.

તેમની એક રસપ્રદ સફર હતી કારણ કે તેમનાં પરિવાર તેમની ક્રિકેટ મહવાકાંક્ષાઓને ક્યારેય સમર્થન આપ્યું હતું. તેમને શાળાના બાળકોને ગણિતનું ટ્યુશન આપવા દબાણ કર્યું જેથી તેઓ તેમના કોચિંગ માટે ભંડોળ પૂરું પાડી શકે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના એક સૂએ કહ્યું, " દિલીપ ખૂબ જ મહેનતુ કાય છે, તેણે બેઝબોલ કોચ માઈક યંગના સહાયક તરીકે કામ કર્યું હતું જે ડેક્કન ચાર્જર્સના મુખ્ય ફિલ્ડિંગ કૌય હતા. તેણે તા 2 અને 1 કૉર્ટમાં સારા પરિણામો લાવ્યા. તેણે ENGAમાં આર શ્રીધર સાથે કામ કર્યું છે.

ભારતીય ટીમમાં મેચના શ્રેષ્ઠ ફિલ્ડરને મેડલ આપવાની પરંપરા વિકસી.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમમાં સર્વશ્રેષ્ઠ ફિલ્ડન મેડલ આપવો એ એક પરંપરા તરીકે વિકસી છે. રાતિ શર્માને દક્ષિણ આફ્રિકા સામે શ્રેષ્ઠ ફિલ્ડિંગ બદલ મેડલ આપવામાં આવ્યો હતો. આ પહેલા વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા, શુભમન ગિલને મળી ચૂક્યા છે. આ એવોર્ડ સમારોહ ડ્રેસિંગ રૂમમાં થાય છે અને તે સમયે તેની જાહેરાત પણ મા ગલીમાં કરવામાં આવે છે. વસ વરના નામની જાહેરાત સચિન તેંદુલકરે શ્રીલંકા સામેની મેચમાં કરી હતી,

Post credit : Gujaratmitra 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top