વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઇનોવેશન ક્ષેત્રે રાષ્ટ્રીય લેવલ પર મેળવી નોંધપાત્ર સિદ્ધી.

SB KHERGAM
0

 

વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઇનોવેશન ક્ષેત્રે રાષ્ટ્રીય લેવલ પર મેળવી નોંધપાત્ર સિદ્ધી.

--- ૩.૫ સ્ટાર રેટીંગ સાથે વલસાડની સરકારી ઈજનેરી કોલેજે રાજયમાં ઉત્કૃષ્ટ કોલેજ તરીકે સ્થાન મેળવ્યું.

વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઇનોવેશન ક્ષેત્રે ફરી નોંધપાત્ર સિદ્ધી મેળવી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અંતર્ગત આવતા ઇનોવેશન સેલ દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીસમાં ઈન્સ્ટીટ્યુશન્સ ઇનોવેશન કાઉન્સિલ (આઇઆઇસી)ની રચના કરવામાં આવી છે. જે તે સંસ્થા ખાતે રચાયેલી આઇઆઇસી દ્વારા મુખ્યત્વે સંસ્થા ખાતે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ/સ્પર્ધાઓ દ્વારા ઇનોવેશન અને આંત્રપ્રેન્યોરશીપને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો કરવામાં આવે છે. સમગ્ર દેશની વિવિધ સંસ્થાઓની આઇઆઇસીની પ્રવૃતિઓનું રાષ્ટ્રીય સ્તરની સમિતિ દ્વારા સતત મૂલ્યાંકન કરવામાં આવે છે જે અન્વયે તેઓની કામગીરી અનુસાર સ્ટાર રેટીંગ્સ આપવામાં આવે છે. આ અંતર્ગત તાજેતરમાં જ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત વિવિધ સંસ્થાઓના ઈનોવેશન ક્ષેત્રે કરવામાં આવેલા પ્રદર્શનના આધારે આઇઆઇસીના રેટીંગ્સની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશનના ચેરમેન પ્રોફ. ટી. જી સીતારામ, વાઇસ ચેરમેન અભય ઝરે તેમજ શૈક્ષણિક ક્ષેત્રના અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પરિણામો અનુસાર વલસાડની સરકારી ઈજનેરી કોલેજને ૩.૫ સ્ટાર રેટીંગ સાથે સમગ્ર રાજયમાં ઉત્કૃષ્ટ કોલેજ તરીકે સ્થાન પ્રાપ્ત થયુ છે. 


સમગ્ર દેશમાં પણ વલસાડની સરકારી ઈજનેરી કોલેજે મોખરાની કોલેજોમાં સ્થાન મેળવ્યું છે. સમગ્ર દેશમાંથી અનેક નામાંકિત સંસ્થાઓ આ રેટીંગ્સમાં ભાગ લે છે ત્યારે વલસાડની સરકારી ઈજનેરી કોલેજ દ્વારા સતત ત્રીજા વર્ષે મેળવેલી આ સિધ્ધિ ખુબ જ ગૌરવપૂર્ણ સાબિત થઈ છે. આ સિધ્ધિ દર્શાવે છે કે વલસાડની સરકારી ઇજનેર કોલેજ ખાતે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ સંસ્થાના વિદ્યાર્થીઓને તેમની ઈજનેરી ક્ષેત્રના શિક્ષણ અને કારકિર્દીને અનેક રીતે લાભાન્વિત કરે છે. આ તબક્કે સંસ્થાના આચાર્ય ડો.વી.એસ.પુરાણી દ્વારા આઈઆઇસી પ્રેસિડેન્ટ ડો. રાજેશ માલણ, એસ.એસ.આઈ.પી (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી) કો-ઓર્ડિનેટર ડો.કે.એલ મોકરીયા અને તમામ ખાતાના વડાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આચાર્યશ્રીએ સંસ્થા ખાતે કાર્યરત આઇઆઈસી તેમજ એસએસઆઇઆઇપી સેલના સભ્યો પ્રોફ. શીરીશ પટેલ, પ્રોફ. નિતીન પટેલ, ડો.યોગેન્દ્ર ટંડેલ, પ્રોફ. વિજય વિસાવળીયા, પ્રોફ. હેમંત જરીવાલા, પ્રોફ. ભૂમિકા દોમડીયા, પ્રોફ. જીનલ પટેલ અને પ્રોફ. મીરા કુંવારાણીની સમગ્ર વર્ષ દરમિયાનની કામગીરીને બિરદાવી હતી. 

માહિતી સ્રોત : માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૪ નવેમ્બર 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top